ગુજરાત

gujarat

આજે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ગુજરાતમાં, ડિફેંસ એક્સ્પો -2022 ના સંગઠન માટે સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકાર વચ્ચે MOU

By

Published : Sep 2, 2021, 5:51 PM IST

Updated : Sep 2, 2021, 7:45 PM IST

કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આજે ગુજરાતમાં છે. આ દરમિયાન તેઓ ડિફેંસ એક્સ્પો-2020ની તૈયારીઓને લઇને સુરક્ષા અધિકારીઓની બેઠકમાં શામેલ થયા હતા. રક્ષા મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, ડિફેંસ એક્સ્પો-2020 આગામી માર્ચ મહિનામાં આયોજિત થવા જઇ રહ્યું છે. આને લઇને ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

ડિફેંસ એક્સ્પો -2022 ના સંગઠન માટે સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકાર વચ્ચે MOU
ડિફેંસ એક્સ્પો -2022 ના સંગઠન માટે સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકાર વચ્ચે MOU

  • ડિફેંસ એક્સ્પો-2020 આગામી માર્ચ મહિનામાં આયોજિત થવા જઇ રહ્યું છે
  • ડિફેંસ એક્સ્પોને લઇને ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ
  • ડિફેંસ એક્સ્પોમાં સ્વદેશી શસ્ત્રો અને સાધનો દર્શાવવામાં આવશે

ન્યૂઝ ડેસ્ક- કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આજે ગુજરાતમાં છે. અહી કેટલીક બેઠકોમાં ભાગ લીધો હતો. આજે સવારે તેઓ વડોદરા એરપોર્ટ પર આવ્યા હતા. જ્યાંથી તેઓ કેવડિયામાં ભાજપ કાર્યકારી બેઠકને સંબોધિત કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની ડિફેંસ એક્સ્પો-2020ની તૈયારીઓનું શિડ્યૂલ છે. આ દરમિયાન તેઓ ડિફેંસ એક્સ્પો-2020ની તૈયારીઓને લઇને સુરક્ષા અધિકારીઓની બેઠકમાં શામેલ થયા હતા. રક્ષા મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, ડિફેંસ એક્સ્પો-2020 આગામી માર્ચ મહિનામાં આયોજિત થવા જઇ રહ્યું છે. આને લઇને ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

ડિફેંસ એક્સ્પો ગાંધીનગરમાં આવતા વર્ષે 11-13 માર્ચ વચ્ચે યોજાશે

રક્ષા મંત્રાલયની વેબસાઇટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે વર્ષમાં એક વાર યોજાનાર ડિફેંસ એક્સ્પો ગાંધીનગરમાં આવતા વર્ષે 11-13 માર્ચ વચ્ચે યોજાશે. મંત્રાલયના ઉત્પાદન વિભાગે ડિફેંસ એક્સ્પોનો 12માં સંસ્કરણનો લોગો પણ જારી કરાયો છે. જેની પર ટેગ લાઇન આપવામાં આવી છે કે, ઇન્ડિયા: ધ ઇમર્જિંગ ડિફેંસ મેન્યુફેક્ચરિંગ હબ. એટલે કે તેમાં સ્વદેશી શસ્ત્રો અને સાધનો દર્શાવવામાં આવશે. અગાઉ, છેલ્લો ડિફેંસ એક્સ્પો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં યોજાયો હતો, જ્યારે નવમી આવૃત્તિ ચેન્નાઈમાં અને આઠમી ગોવામાં યોજાઈ હતી. તે પહેલા રાજધાની દિલ્હીમાં ડિફેન્સ-એક્સ્પો યોજાઈ ચૂક્યો છે.

ભારત હાલમાં વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ છે

છેલ્લે, એક હજારથી વધુ હથિયાર કંપનીઓએ લખનઉમાં યોજાયેલા ડિફેન્સ એક્સ્પોમાં ભાગ લીધો હતો. જેમાંથી 170 જેટલી વિદેશી કંપનીઓ હતી. આશરે 40 દેશોના સંરક્ષણ પ્રધાનો, સેનાના વડાઓ અને અન્ય મહાનુભાવો અહીં હાજરી આપવા આવ્યા હતા. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, ભારત હાલમાં વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી અમે સ્વદેશી હથિયારોના ઉત્પાદન અને નિકાસ પર પણ ભાર મૂકી રહ્યા છીએ. ડિફેન્સ એક્સ્પો દ્વારા, ભારત પોતાને 'ડિફેન્સ-હબ' તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સરદાર પટેલની પ્રતિમા પર સંરક્ષણ પ્રધાન રાજનાથ લાંબા સમય બાદ આવ્યા છે

થોડા સમય પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પી હતી. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. સરદાર પટેલની પ્રતિમા પર સંરક્ષણ પ્રધાન રાજનાથ લાંબા સમય બાદ આવ્યા છે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં કેવડિયા, ગુજરાત ખાતે ડિફેંસ એક્સ્પો -2022 ના સંગઠન માટે સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકાર વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ડિફેંસ એક્સ્પો અંગે ટ્વીટ કરી માહિતી આપી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આનંદ વ્યક્ત કર્યો છે.

Last Updated :Sep 2, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details