ગુજરાત

gujarat

Women Reservation Bill: બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ મહિલા અનામત બિલ પાસ થવા કહી મોટી વાત, તસવીર કરી શેર

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 2:41 PM IST

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા મહિલા અનામત બિલની પ્રશંસા કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, તેમનો અમલ કરવો મહત્વપૂર્ણ કાર્ય છે. પ્રિયંકા ચોપરાની સાથે અભિનેત્રી ભૂમિ પેડનેકર, શહેનાઝ ગિલે નવી સંસદની મૂલાકાત લીધી હતી.

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ મહિલા અનામત બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી
બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ મહિલા અનામત બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી

મુંબઈ:ગ્લોબલ સ્ટાર્સ ઘણીવાર મહિલાઓ વિશે અવાજ ઉઠાવે છે. તેમની રુચિઓ વિશે વાત કરતા રહે છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ મહિલા આરક્ષણ બિલની પ્રશંસા કરી છે. તેમણે બિલને સાચી દિશામાં લેવાયેલું પગલું ગણાવ્યું છે. મહિલા આરક્ષણ બિલ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને એક તૃતીયાંશ બેઠકો આપવાની જોગવાઈ કરે છે.

પ્રિયંકા ચોપરાએ મહિલા અનામત બિલના વખાણ કર્યા હતા: અક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ હાલમાં જ સંસદમાં પસાર થયેલા વુમન રિઝર્વેશન બિલની સરાહના કરી છે. તેમણે કહ્યું હતું કે, ''સાચી દિશામાં એક પગલું છે.'' પ્રિયંકા ચોપરાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીર શેર કરીને બિલના વખાણ કર્યા છે. પ્રિયંકા ચોપરાની સાથે અભિનેત્રી ભૂમિ પેડનેકર, શહેનાઝ ગિલે નવી સંસદની મૂલાકાત લીધી હતી અને સાથે જ મહિલા આરક્ષણ બિલની સરાહના કરી હતી.

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ મહિલા અનામત બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી

પ્રિયંકા ચોપરાએ મહિલા અનામત બિલ પર આ વાત કહી:પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટોરી પર શેર કરીને લખ્યું છે કે, ''આ ઐતિહાસિક માઈલસ્ટોન સાથે એક નવા યુગની પ્રેરણા.'' આ દરમિયાન તેમણે એ પણ લખ્યું છે કે, ''મહિલા આરક્ષણ બિલ- નારી શક્તિ વંદન અધિનિયમનું પાસ થવું એ ખરેખર યોગ્ય દિશામાં એક પગલું છે. પરંતુ આગળનું મહત્વનું પગલું તેને ઝડપથી અને અસરકારક રીતે લાગુ કરવાનું છે.''

વિધાનસભાઓમાં મહિલાઓને બેઠકો આપવાની જોગવાઈ: રાજ્યસભાએ તમામ 215 સદસ્યોની તરફેણમાં મતદાનની સાથે બિલ પાસ કર્યું છે. લોકસભાએ બુધવારે રાષ્ટ્રીય અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃત્યાંશ અથવા 33 ટકા બેઠકો અનામત રાખવાના બિલને ભારે બહુમતીથી પસાર કરીને ઈતિહાસ રચ્યો હતો. આ બિલમાં લોકસભા અને રાજયસભાની વિધાનસભાઓમાં મહિલાઓને એક તૃતીયાંશ બેઠકો આપવાની જોગવાઈ છે. નારી શક્તિ વંદન અધિનિયમ એ મંગળવારે સંસદની નવી ઈમારતમાં સ્થાનાંતરિત થયા પછી વિશેષ સત્ર દરમિયાન લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલું પ્રથમ બિલ છે.

  1. parineeti raghav wedding updates: રાઘવ-પરિણીતી આ તારીખ અને સમયે લેશે લગ્નના ફેરા, જુઓ સમારોહની એક ઝલક
  2. World Bollywood Day 2023: ભારતીય સિનેમાની વૈશ્વિક સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ
  3. Sania Mirza Reaches Udaipur: પરિણીતી ચોપરાના લગ્ન માટે સાનિયા મિર્ઝા ઉદયપુર પહોંચી, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details