ગુજરાત

gujarat

Karan Johar: બ્રિટિશ સંસદ દ્વારા કરણ જોહરનું સન્માન, ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટમાં 25 વર્ષ પૂરા કર્યા

By

Published : Jun 21, 2023, 9:42 AM IST

ફિલ્મ નિર્માતા કરણ જોહરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 25 વર્ષ પૂરા કર્યા છે. જેના માટે તેમને બ્રિટિશ સંસદમાં ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટમાં યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. કરણ જોહરની ઘણી ફિલ્મ છે જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ સાથે તેમની આગામી ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' રિલીઝ કરીને ઉજવણી કરશે.

બ્રિટિશ સંસદ દ્વારા કરણ જોહરનું સન્માન, ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટમાં 25 વર્ષ પૂરા કર્યા
બ્રિટિશ સંસદ દ્વારા કરણ જોહરનું સન્માન, ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટમાં 25 વર્ષ પૂરા કર્યા

મુંબઈઃબોલિવુડ ફિલ્મમેકર કરણ જોહરે ઈન્ડસ્ટ્રીને ઘણી ફિલ્મો આપી છે. હાલમાં જ તેણે સિનેમા જગતમાં 25 વર્ષ પૂરા કર્યા છે. જેના માટે બ્રિટિશ સંસદ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 25 વર્ષમાં કરણ જોહરે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, જેમાંથી ઘણી યુનાઇટેડ કિંગડમના દેશોમાં પણ શૂટ કરવામાં આવી હતી.

સન્માનિત કરણ જોહર: ભારતના સૌથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરનું ગ્લોબલ એન્ટરટેન્મેન્ટમાંં તેમના યોગદાન માટે સંસદના સભ્યોની હાજરીમાં બ્રિટિશ સંસદમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમનું આયોજન વેસ્ટમિન્સ્ટર પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું. તે ખરેખર તેના માટે ખાસ દિવસ છે. કારણ કે, તેમણે ફિલ્મ નિર્માતા તરીકે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. રસપ્રદ વાત એ છે કે, 'કુછ કુછ હોતા હૈ', 'એ દિલ હૈ મુશ્કિલ' વગેરે જેવી તેમની આઇકોનિક ફિલ્મોનું શૂટિંગ યુનાઇટેડ કિંગડમમાં થયું હતું.

કરણની સુપરહિટ ફિલ્મ:તેમની બ્લોકબસ્ટર ફિલ્મો 'કભી ખુશી કભી ગમ' અને 'માય નેમ ઈઝ ખાન' યુકે બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હતી. કરણ જોહરની ફિલ્મે નવા રેકોર્ડ બનાવ્યા છે. હાલમાં કરણ ધર્મા પ્રોડક્શનનો માલિક છે. જે ભારતના ટોચના પ્રોડક્શન હાઉસ પૈકી એક છે અને તેણે આ બેનર હેઠળ ઘણી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

ફિલ્મ ઉદ્યોગમાં 25 વર્ષ: કરણ જોહરની હિટ ફિલ્મની વાત કરીએ તો. પાર્ટ વન શિવ, બાહુબલી, સૂર્યવંશી, યે જવાની હૈ દીવાની, કભી અલવિદા ના કહેના સામેલ છે, જેે બ્લોકબસ્ટર ફિલ્મો છે. આ વર્ષે ફિલ્મ ઉદ્યોગમાં 25 વર્ષ પૂર્ણ કરવા પર કરણ તેની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' યુકે અને ગ્લોબલ થિયેટર્સમાં તારીખ 28મી જુલાઈએ રિલીઝ કરીને તેની ઉજવણી કરશે.

  1. Dipika Chikhlia: રામાયણમાં દીપિકા ચિખલિયાનો સીતા અવતાર, ચાહકે કહ્યું કૃતિ સેનન કરતાં 600 કરોડ ગણી સારી
  2. Adipurush: Aicwaને Pm મોદીને લખ્યો પત્ર, 'આદિપુરુષ' પર પ્રતિબંધની માંગ કરી
  3. Kullu Sonu Sood: સોનુ સૂદે મકાઈ વેચતા યુવક સાથે બનાવ્યો વીડિયો, સોશિયલ મીડિયા પર કર્યો શેર

ABOUT THE AUTHOR

...view details