ગુજરાત

gujarat

સાઉથની આ અભિનેત્રી બની ઈન્ટરનેટ સેન્સેશન, ફેન્સે આપી બર્થ ડેની શુભેચ્છા

By

Published : Aug 4, 2022, 2:42 PM IST

Etv Bharatસાઉથની આ અભિનેત્રી બની ઈન્ટરનેટ સેન્સેશન, ફેન્સે આપી  બર્થ ડેની શુભેચ્છા

સાઉથ ફિલ્મોની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી માલવિકા મોહનન 4 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ( MALAVIKA MOHANANS BIRTHDAY) ઉજવી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અભિનેત્રીને દિલથી અભિનંદન આપી રહ્યા છે.

હૈદરાબાદ: તમિલ અને મલયાલમ ફિલ્મોની સુંદર અભિનેત્રી માલવિકા મોહનન આજે (4 ઓગસ્ટ) પોતાનો 29મો જન્મદિવસ ( MALAVIKA MOHANANS BIRTHDAY) ઉજવી રહી છે. ચાહકો આ શુભ અવસર પર અભિનેત્રીને દિલથી અભિનંદન આપી રહ્યા છે. માલવિકાના ચાહકો સોશિયલ મીડિયા પર અભિનેત્રીની તસવીરો શેર કરીને (Fans wish Malvika Mohanan a happy birthday) તેના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો:જૂઓ આ મોટા એક્ટરોએ KWK7માં આવવાની ના પાડી દીધી, કારણ જાણી ચોંકી જશો

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે: સાઉથ સુપરસ્ટાર ધનુષની ફિલ્મ 'મારન' (2022), સુપરસ્ટાર વિજયની 'માસ્ટર' (2021) અને 'થલાઈવા' રજનીકાંતની ફિલ્મ પટ્ટા (2017)માં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળેલી માલવિકા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. અભિનેત્રીના પ્રશંસકો સાઉથ અભિનેતા સાથેની તેની તસવીરો શેર કરીને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

ફેન્સ અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે: એક ચાહકે લખ્યું, અમારી દેવી માલવિકા મોહનનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તે જ સમયે, સાઉથ સુપરસ્ટાર અજિથ કુમારના ફેન પેજ પર, તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે, 'ચારુ મેમને જન્મદિવસની શુભેચ્છા'. સુપરસ્ટાર વિજયના ફેન પેજ પર લખ્યું છે, 'અમારી 'માસ્ટર' છોકરીને જન્મદિવસની શુભેચ્છા.

માલવિકા મોહનનનું ફિલ્મી કરિયર: તમને જણાવી દઈએ કે, માલવિકાએ વર્ષ 2013માં મલયાલમ ફિલ્મ 'પટ્ટમ પોલ'થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. માલવિકા અત્યાર સુધીમાં મલયાલમ, કન્નડ, તમિલ અને હિન્દીમાં કુલ 6 ફિલ્મોમાં જોવા મળી છે. હિન્દીમાં, તે બિયોન્ડ કા ધ ક્લાઉડ્સ (2017) ફિલ્મમાં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ 'યુધરા' છે, જેનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ સિવાય માલવિકા નેટફ્લિક્સ સીરિઝ 'મસાબા-મસાબા' (2020)માં જોવા મળી હતી. તે અંગ્રેજી ભાષાની શ્રેણી હતી.

આ પણ વાંચો:આ સાઉથ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ તો આપ્યો સણસણતો જવાબ

સોશિયલ મીડિયા પર સક્રિય: ફિલ્મો સિવાય માલવિકા પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે. અભિનેત્રી આ પ્લેટફોર્મ પર તેની ગ્લેમર સ્ટાઈલ માટે ફેમસ છે. તે ફેન્સ માટે દરરોજ નવી અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. માલવિકાને ઈન્સ્ટાગ્રામ પર 3.5 મિલિયન ફેન્સ ફોલો કરે છે.

ABOUT THE AUTHOR

...view details