ગુજરાત

gujarat

આજનો દિવસ દેશના ઈતિહાસનો એક કાળો અધ્યાય, મુંબઈ હુમલા પર બની ફિલ્મ

By

Published : Nov 26, 2022, 2:14 PM IST

Etv Bharat26 નવેમ્બર મુંબઈ એટેક: મુંબઈ હુમલા પર બનેલી આ ફિલ્મમાં સાઉથની મેજર પણ સામેલ
Etv Bharat26 નવેમ્બર મુંબઈ એટેક: મુંબઈ હુમલા પર બનેલી આ ફિલ્મમાં સાઉથની મેજર પણ સામેલ ()

તારીખ 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદીઓએ લોહીની હોળી રમી હતી. આજનો દિવસ દેશના ઈતિહાસનો એક કાળો અધ્યાય છે. જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. મુંબઈ હુમલા (26 11 Mumbai Attack) પર બોલિવૂડની સાથે સાથે દક્ષિણમાં પણ ઘણી ફિલ્મો (films made on Mumbai attack) બની છે.

મુંબઈઃતારીખ 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદીઓએ લોહીની હોળી રમી હતી. જેમાં દેશના અનેક વીર જવાનો શહીદ થયા હતા. હોટેલ (26 11 Mumbai Attack)ની સાથે સાથે આતંકવાદીઓએ સ્ટેશન, કાફે અને હોસ્પિટલને પણ નિશાન બનાવ્યું હતું. આ હત્યાકાંડમાં 174 લોકો મૃત્યુ પામ્યા હતા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ખતરનાક હુમલા પર સાઉથની સાથે સાથે બોલિવૂડમાં પણ ઘણી ફિલ્મો બની (films made on Mumbai attack) હતી. જેમાં સિનેમા દ્વારા આ કાળો દિવસ દર્શાવવામાં આવ્યો હતો અને હુમલાની પીડા વર્ણવવામાં આવી હતી.

મેજરઃઆ ફિલ્મ વર્ષ 2008ના મુંબઈ હુમલામાં શહીદ થયેલા લશ્કરી અધિકારી મેજર સંદીપ ઉન્નીકૃિષ્નનના જીવન પર આધારિત છે. પટકથા લખવા ઉપરાંત દક્ષિણના અભિનેતા આદિવી શેષે ફિલ્મમાં મેજરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં સાઈ માંજરેકર, શોભિતા ધુલીપાલા, પ્રકાશ રાજ, રેવતી અને મુરલી શર્મા પણ મહત્વની ભૂમિકામાં છે. બોક્સ ઓફિસ પર ફિલ્મનું કલેક્શન શાનદાર રહ્યું હતું.

હોટેલ મુંબઈઃ તાજ હોટેલ તારીખ 26 નવેમ્બરે થયેલા હુમલામાં આતંકવાદીઓનું મુખ્ય નિશાન હતું. ફિલ્મ 'હોટેલ મુંબઈ' એ જ તાજ હોટેલ હુમલા પર આધારિત છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે હોટેલ સ્ટાફ લોકોનો જીવ બચાવે છે અને હુમલા દરમિયાન હોટેલમાં શું થાય છે. આ ફિલ્મનું નિર્દેશન એન્થોની મારસે કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર પણ લીડ રોલમાં છે.

26 નવેમ્વરનો હુમલોઃ મુંબઈ હુમલા પર આધારિત ફિલ્મમાં 10 આતંકવાદીઓ અને અજમલ કસાબની વાર્તા ઉંડાણપૂર્વક બતાવવામાં આવી છે. ફિલ્મમાં કસાબની પૂછપરછ અને હુમલાની આખી કહાની સિનેમાના પડદા પર શાનદાર રીતે બતાવવામાં આવી હતી. નાના પાટેકર મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનરની ભૂમિકામાં છે.

તાજમહેલઃમુંબઈ હુમલા પર આધારિત આ ફિલ્મમાં 18 વર્ષની ફ્રેન્ચ છોકરીની વાર્તા દર્શાવવામાં આવી છે. જે હુમલા દરમિયાન હોટલના રૂમમાં એકલી હતી.

ફેન્ટમઃ મુંબઈ હુમલા પર લખાયેલા પુસ્તક 'મુંબઈ એવેન્જર્સ' પર આધારિત આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવાની કાર્યવાહી અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદની સ્ટોરી દર્શાવવામાં આવી છેે.

ABOUT THE AUTHOR

...view details