ગુજરાત

gujarat

Robbery Case In Jamnagar: પ્રેમિકાને મોંઘી ગિફ્ટ આપવા ઘરમાં જ કરી લૂંટ, માતા પુત્રએ રચ્યું તરકટ

By

Published : Dec 10, 2021, 12:53 PM IST

જામનગરમાં (Robbery Case In Jamnagar) ઈન્દીરા કોલોની વિસ્તારમાં બુધવારે વહેલી સવારના સમયે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ બંદૂકની અણીએ મહિલા પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવ્યાની ઘટનામાં પોલીસને પ્રાથમિક તપાસમાં જ બનાવ શંકાસ્પદ જણાતા જીણવટભરી તપાસ હાથ ધરતા આ બનાવ મનઘડત (Robbery at home) હોવાનું ખૂલ્યું હતું, અને માતા-પુત્ર એ તરકટ રચ્યાનું પોલીસ તપાસમાં બહાર ( mother and son plotted the robbery) આવ્યું હતું.

પ્રેમિકાને મોંઘી ગિફ્ટ આપવા ઘરમાં જ કરી લૂંટ, માતા પુત્રએ રચ્યું તરકટ
પ્રેમિકાને મોંઘી ગિફ્ટ આપવા ઘરમાં જ કરી લૂંટ, માતા પુત્રએ રચ્યું તરકટ

  • યુવકે જ લૂંટ થયું હોવાનું નાટક કર્યું, બાદમાં કરી કબૂલાત
  • પરપ્રાંતીય યુવતી સાથે યુવકને હતો પ્રેમ સબંધ
  • માતા પુત્રએ રચ્યું લૂંટનુ તરકટ

જામનગર: જામનગરમાં નવાગામ (Robbery Case In Jamnagar) ઘેડ ઈન્દીરા કોલોની વિસ્તારમાં રહેતા કેસુરભાઇ જોગલ નામના વ્યકિતના રહેણાંક મકાનમાં વહેલી સવારે ત્રણ સવારીમાં બંદૂકધારી લૂંટારુ ત્રાટકયા અને ઘરમાંથી 11 તોલા સોનુ અને 30 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ભાગી (Robbery at home) છૂટયા છે તેવી પોલીસ કંટ્રોલમાં મહિલા દ્વારા ફરીયાદ કરવામાં આવતા પોલીસ સ્ટાફ તાત્કાલિક (Jamnagar Police Station) સ્થળ પર દોડી ગયો હતો, અને ત્યારબાદ આ લૂંટના બનાવની તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Jamnagar) અને સીટી બી ડીવીઝન પોલીસનો કાફલો વહેલી સવારથી બપોર સુધી ધંધે લાગ્યો હતો, અને આજુબાજુના વિસ્તારના તમામ CCTV કેમેરા ચેક કર્યા હતાં, પરંતુ એવી કોઇ શંકાસ્પદ હિલચાલ જણાઈ ન હતી અને કોઇની અવર-જવર પણ જોવા મળી ન હતી, જેથી પોલીસને શંકા જતાં કેસુરભાઈ જોગલના પુત્ર બાબુને બોલાવીને પૂછપરછ કરતા આખરે તેણે લૂંટનો બનાવ એક તરકટ હોવાની કેફિયત આપી હતી.

પ્રેમિકાને મોંઘી ગિફ્ટ આપવા ઘરમાં જ કરી લૂંટ, માતા પુત્રએ રચ્યું તરકટ

પરપ્રાંતીય યુવતી સાથે યુવકને હતો પ્રેમ સબંધ

આ બોગસ લૂંટના બનાવમાં તેની માતાએ પણ મદદગારી કરી (mother and son plotted the robbery) હતી. પોલીસે બાબુ જોગલની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પોતાના 6 વર્ષ પહેલાં લગ્ન થયા હતાં, અને લગ્નના એક વર્ષમાં જ છુટાછેડા થઈ ગયા હતાં. દરમિયાન પોતાના પત્નીને ચડાવેલો સોનાનો હાર સહિતના દાગીનાઓ ઘરમાં રાખ્યા હતાં. આ ઉપરાંત તેને લોકડાઉન પહેલાં જબલપુરમાં નોકરી પણ કરી હતી, જે દરમિયાન એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો, તેને ગિફટ મોકલવા ઉપરાંત પોતે કબડી પ્લેયર હોવાથી જુદા-જુદા રાજ્યોમાં કબડી રમવા જતો હોવાથી કપડાં તથ અન્ય વસ્તુ ખરીદી કરવા માટે અને ક્રિકેટના સટ્ટામાં હારી ગયો હોવાથી તેનું ચૂકવણુ કરવા માટે સોનાનો હાર વહેંચી નાખ્યો હતો.

ક્રિકેટના સટ્ટામાં પણ થઇ હતી મોટી હાર

બાદમાં પોલીસે બાબુની માતાને બોલાવી પૂછપરછ કરતા તેણે આખરે કબુલી લીધું હતું. બાબુના મોટા ભાભી કે જેનો હાર પણ ઘરમાં જ હતો અને લગ્ન પ્રસંગમાં બહારગામ જવાનું હોવાથી તેણે સાસુ પાસે હારની માંગણી કરતા આખરે ભાંડો ફૂટી જાય તેમ હોવાથી સોનાના દાગીના અને રોકડની લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું, આખરે પોલીસે આ પ્રકરણમાં નિવેદન લીધા છે અને લૂંટની ઘટના અંગે હાશકારો અનુભવ્યો છે.

આ પણ વાંચો:

Surat Cyber Police:સુરતમાં યુવકને ફોટા અને વાતોનું રેકોડિંગ વાયરલ કરવાની ધમકી આપી

કપરાડામાં પ્રેમાંધ બનેલ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો

ABOUT THE AUTHOR

...view details