ગુજરાત

gujarat

સુરત ACBએ ડેપ્યુટી ટેક્સ કમિશ્નરની 1 લાખની લાંચમાં ધરપકડ કરી

By

Published : Sep 4, 2021, 1:47 PM IST

Updated : Sep 4, 2021, 6:08 PM IST

સુરતમાં એક પેઢીના માલિકનો GSTનંબર બંધ થઈ ગયો હતો જેને લઈને તેમણે GST વિભાગના નાયબ રાજ્ય વેરા કમિશ્નર સાથે વાત કરી હતી. આ બાબતે કમિશ્નરે એક વકિલ સાથે તેમની ઓળખાન કરાવી હતી અને તે વકિલે પેઢીના માલિક પાસે 2 લાખની માંગણી કરી હતી. પેઢી માલિકને આ બાબતે છેતરપિંડીની ગંધ આવતા તેમણે ACBમાં ફરીયાદ કરી હતી. ACBએ છટકુ ગોઢવીને 2 વ્યક્તિની ધરપકડ કરી હતી અને બાદમા વકિલ અને કમિશ્નરની પણ ધરપકડ કરી હતી.

acb
સુરત ACBએ ડેપ્યુટી ટેક્સ કમિશ્નરને 1 લાખની લાંચમાં ધરપકડ કરી

  • સુરતમાં કમિશ્નર લાંચ લેતા ઝડપાયા
  • GST નંબર ચાલુ કરવા માટે કમિશ્નરે માગી લાંચ
  • ACB દ્વારા 4 લોકોની ધરપકડ કરવામાં આવી

સુરત: ACBને એક જાગૃત નાગરિક દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે," તેઓ ભાગીદારી પેઢી ધરાવે છે. તેમની 2015-16ના GST રિટર્ન ભર્યું ના હોવાથી તેમનું GST વિભાગ દ્વારા તેમનો GST-નંબર બંધ કરવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીએ તેઓની પેઢીનો GST-નંબર ફરી ચાલુ કરવા માટે GST વિભાગના નાયબ રાજ્ય વેરા કમિશ્નર નરસિંહ પાંડોરને આ અંગે ચર્ચાઓ કરી હતી. આ બાબતે કમિશ્નરે પોતાના જ એક ઓળખીતા વકીલ જેઓ ટેક્ષ અને કન્સલટન્ટનું કામ કરતા હોવાથી તેમને મળીને તેમને ફરિયાદીનું નામ આપી ફાઈલ તૈયાર કરાવા માટે કહ્યું હતું.

સુરત ACB

GST નંબર ચાલુ કરવા માટે પૈસાની માંગણી

ફરિયાદીનો પેઢીનો GST-નંબર ચાલુ કરવા માટે વકીલે ફરીયાદી પાસે 2,00,000 રૂપિયાની માંગણી કરી હતી. રકમ ઘણી મોટી હોવાને કારણે ફરિયાદીએ કમિશ્નનો કહીને તેને ઓછી કરવા કહ્યું હતું અને છેલ્લા 1 લાખમાં નક્કી થયું હતુ. ફરિયાદી દ્વારા વકીલને તેમની GST-નંબર ફરી ચાલુ કરવા માટે વકીલ દ્વારા બનાવેલી ફાઈલ GST વિભાગમાં સબમિટ કરવા માટે 50,000 આપી દીધા હતા.ફાઈલ સબમીટ થતા ફરિયાદીએ GST વિભાગના કમિશનર દ્વારા ફરિયાદીને એમ કહેવામાં આવ્યું હતું કે જેટલું બને તેમ ઝડપથી બાકીના રૂપિયા વકીલ કિશોરભાઈને જમા કરાવી દેજો જેથી તમારો GST NO ચાલુ થઇ જશે.

આ પણ વાંચો :ગિરનાર પર પવનની ગતિ વધતાં રોપ-વે સેવા બંધ

ACB દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી

ફરિયાદની આ તમામમાં કોઈ છેંતરપિડની ગંધ આવતા તેમણે સમગ્ર બાબત ACBને જણાવી ફરીયાદ કરી હતી. આ બાબતે ACBએ છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદીને બાકીના પૈસા આપવા માટે વકિલને બોલાવવા કહ્યું હતું. ACBના જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ વકિલને પૈસા માટે બોલાવ્યો હતો. પૈસા લેવા માટે વકિલે તેના 2 માણસોને મોકલ્યા હતા. બે વ્યક્તિઓને પૈસા લેવા માટે શહેરની એલ.પી.સવાણી રોડ ઉપર આવેલા ટી.જી.બી હોટલની સામે ત્યાં બોલવામાં આવ્યા હતા, જ્યાથી ACBએ તે બે વ્યક્તિઓની રંગે હાથે ધરપકડ કરી હતી અને ત્યારબાદ વકીલની પણ ધરપકડ કર્યા બાદ GST વિભાગના અધિકારી નાયબ રાજ્ય વેરા કમિશનરને તેમના જ કચેરીથી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથની તબયત લથડતા સારવાર હેઠળ

ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ

1.નરસિંહભાઇ સરદારભાઇ પાંડોર, નાયબ રાજ્ય વેરા કમિશ્નર

2. કિશોરચંદ્ર કાંતીલાલ પટેલ,વકીલ અને ટેક્ષ કન્સલટન્ટ

3. ધર્મેશ મનહરગીરી ગોસ્વામી

4. વિનય હરીશભાઇ પટેલ

Last Updated :Sep 4, 2021, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details