ગુજરાત

gujarat

'મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી' મુદ્દે રાહુલ ગાંધી આવતીકાલે સુરત ચીફ કોર્ટમાં રહેશે હાજર

By

Published : Oct 28, 2021, 8:31 PM IST

ગત લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરોદ્ધ બદનક્ષીની ફરિયાદ નોંધાઇ હતી. ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ સુરતની ચીફ કોર્ટે ફરિયાદ તરફે વધારાનાં બે સાક્ષીઓ તપાસવા માટેની પરવાનગી આપી હતી, ત્યારબાદ બન્ને સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. તેઓના નિવેદનના આધારે આવતીકાલે શુક્રવારે બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન રાહુલ ગાંધીએ જવાબ આપવાનો રહેશે.

'મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી' મુદ્દે રાહુલ ગાંધી આવતીકાલે સુરત ચીફ કોર્ટમાં રહેશે હાજર
'મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી' મુદ્દે રાહુલ ગાંધી આવતીકાલે સુરત ચીફ કોર્ટમાં રહેશે હાજર

  • સુરત કોર્ટે રાહુલ ગાંધીને 29મી એ હાજર રહેવાનો હુકમ ફરમાવ્યો
  • રાહુલ ગાંધીનું આગમન સમયે કાર્યકર્તાઓ દ્વારે સ્વાગત કરાશે
  • આવતીકાલે ત્રીજી વાર સુરત કોર્ટમાં હાજર રહેશે રાહુલ

સુરત : 29 ઓક્ટોબરનાં રોજ સુરતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થશે. મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી મુદ્દે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા કરાયેલા કેસમાં સુરત કોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ફરી વખત હાજર રહેવાનો હુકમ કર્યો છે. આવતીકાલે બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન હાજર રહેવાનું થશે. રાહુલ ગાંધીનાં આગમન પહેલા ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા સહિત પ્રદેશનાં તમામ વરિષ્ઠ નેતાઓ સુરતમાં આવી પહોંચ્યા છે અને એરપોર્ટ ખાતે અને અન્ય બે જગ્યાએ રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે.

રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો

કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા કરાયેલા કેસમાં સાક્ષીઓની જુબાની સમાપ્ત થયા બાદ ફરિયાદ પક્ષ દ્વારા કોલારના તાલુકા ચૂંટણી અધિકારી અને સભાનું શુટિંગ કરનાર વિડિયોગ્રાફરના નિવેદન લેવા માટે હાઈકોર્ટમાં દાદ મંગાઈ હતી. આ દાદનાં સંદર્ભમાં હાઈકોર્ટે નીચલી અદાલતને વિચારણા કરવા માટે જણાવ્યું હતું. જેને પગલે સ્થાનિક કોર્ટે બે સાક્ષીઓને તપાસવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. આ બંને સાક્ષીઓનાં નિવેદન લેવાયા હતા તેમજ સર તપાસ અને ઉલટ તપાસ બંને પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેને આધારે હવે ફરીથી આ નિવેદન ઉપર રાહુલ ગાંધીનો જવાબ લેવા માટે રાહુલ ગાંધીને હાજર રહેવાનો હુકમ કર્યો છે. રાહુલ ગાંધીના નિવેદન સામે દેશભરની વિવિધ અદાલતોમાં મોઢવણિક સમાજ દ્વારા કેસ દાખલ કરાયા છે. જેની શ્રૃંખલામાં સુરતમાં પણ કેસ દાખલ કરાયો છે.

ત્રીજી વાર સુરત કોર્ટમાં હાજર રહેશે

કોર્ટમાં કેસ થયા બાદ અત્યાર સુધી બે વખત રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજરી આપી છે. તેમજ શુક્રવારે ત્રીજી વાર સુરત કોર્ટમાં હાજર રહેશે લોકસભાની ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે તમામ કૌભાંડીઓ અને ચોરોના નામની પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. 21મી જૂન 2021 ના રોજ જ્યારે રાહુલ ગાંધી સુરત ચીફ કોર્ટમાં હાજર રહ્યો હતો ત્યારે સમગ્ર મામલે રાહુલ ગાંધીએ સુરત ચીફ કોર્ટમાં ચાર પેજનું ફરદર સ્ટેટમેન્ટ આપ્યું હતું. જેમાં તેને સ્પષ્ટ કર્યું છે કે, રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજ પર કોઈ પણ પ્રકારની વિવાદિત ટિપ્પણી કરવામાં આવી જ નથી. વિપક્ષના નેતા તરીકે તેને વડાપ્રધાન મોદીની કાર્યપ્રણાલીને લઈને ટિપ્પણી કરી હતી. સુરત ચીફ કોર્ટની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાહુલ ગાંધી આશરે દોઢ કલાક સુધી સુરત કોર્ટમાં રહ્યો હતો.

આ પણ વાંચો : સમીર વાનખેડેને હાઈકોર્ટમાંથી રાહત, ધરપકડ પહેલા આપવી પડશે 3 દિવસની નોટિસ

આ પણ વાંચો : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરી અરજી

ABOUT THE AUTHOR

...view details