- ટ્રાફિક પોલીસકર્મી અને તૈયાર TRB જવાનોને મોબાઈલ પોતાની પાસે રાખવાની અનુમતિ નથી
- સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા જાહેર કરાયું ફરમાન
- પોતાની ડ્યૂટી પર વધારે ધ્યાન આપે આ માટે પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય કરાયો
સુરત : શહેરમાં હવે દરેક ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવનારા ટ્રાફિક પોલીસકર્મી અને તૈયાર TRB જવાનોને મોબાઈલ પોતાની પાસે રાખવાની અનુમતિ નથી. આ ફરમાનમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ટ્રાફિકના જવાનો પોતાની ડ્યૂટી પર વધારે ધ્યાન આપે આ માટે પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય કરાયો છે.
સુરતમાં ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ કર્મી અને TRB જવાન મોબાઈલ પર વાત કરી શકશે નહીં આ પણ વાંચો : હવે સુરત મહાનગરપાલિકામાં ઝોનની સંખ્યા વધીને કેટલી થશે જાણો
ડ્યૂટી કરવાની સાથે જ મોબાઈલ ઇન્ચાર્જને આપવાનો રહેશે
સુરત શહેરના દરેક ટ્રાફિક પોઇન્ટ પર ઊભા રહેનારા અને ફરજ બજાવનારા ટ્રાફિક પોલીસ કર્મી અને TRB જવાનો ફરજ દરમિયાન પોતાની પાસે મોબાઇલ રાખી શકતા નહીં. ટ્રાફિક નિયમન કરાવવાની જગ્યાએ અનેકવાર ટ્રાફિક પોલીસ કર્મી અથવા તો TRB જવાન પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહેતા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી અને ફરજ પર ધ્યાન પણ આપતા ન હતા. જેના કારણે હવે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ફરમાન જાહેર કરાયું છે કે, શહેરના કોઈપણ ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિકના પોલીસકર્મી હોય અથવા TRB જવાન તેઓ પોતાની પાસે મોબાઇલ રાખી શકશે નહીં. ડ્યૂટી કરવાની સાથે જ મોબાઈલ ઇન્ચાર્જને આપવાનો રહેશે.
આ પણ વાંચો : હદ છે, સાયકલ ચાલકને પણ મેમો આપી શકાય!
મોબાઈલ ભુલમાં રહી જશે તો CP કચેરીમાં રખાશે
આ સમગ્ર મામલે ટ્રાફિકના ACP અશોક ચૌહાણે જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ક્રાઈમ કોન્ફરન્સમાં આ સુચના આપવામાં આવી છે. તમામ પોઇન્ટ ઇન્ચાર્જે પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસકર્મીઓ તથા TRBના મોબાઈલ પોતાની પાસે રાખવાના રહેશે. મોબાઈલ ફરજની શરૂઆતમાં જમા કરી દેવાના છે. ફરજનો સમય પૂર્ણ થતાં મોબાઈલ પરત આપવામાં આવશે. જો કોઈની પાસે મોબાઇલ રહી ગયા હશે અને જમા કરાવ્યા નહીં હોય તો તેનો મોબાઇલ સીપી કચેરીમાં રાખવામાં આવશે.