ગુજરાત

gujarat

સુરતમાં કાપડ માર્કેટો 20-21 માર્ચ સંપૂર્ણ બંધ રાખવા ફોસ્ટાનો નિર્ણય

By

Published : Mar 21, 2021, 10:09 AM IST

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા હતા. ત્યારે મનપા દ્વારા અહીં ટેસ્ટિંગ પણ સધન કરવામાં આવ્યું હતું. દરમિયાન ફોસ્ટાની એક બેઠક મળી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાના નિર્દેશ અનુસાર સુરતમાં આવેલી કાપડ માર્કેટો 20 અને 21 માર્ચ એટલે કે શનિ અને રવિવારે સંપુર્ણ બંધ રાખવાનો નિર્ણય ફોસ્ટાએ લીધો છે.

સુરતમાં કાપડ માર્કેટો 20-21 માર્ચ સંપૂર્ણ બંધ રાખવા ફોસ્ટાનો નિર્ણય
સુરતમાં કાપડ માર્કેટો 20-21 માર્ચ સંપૂર્ણ બંધ રાખવા ફોસ્ટાનો નિર્ણય

  • મનપા દ્વારા ટેક્સટાઈલ માર્કેટમાં ટેસ્ટિંગ સધન કરવામાં આવ્યું હતું
  • કાપડ માર્કેટો તારીખ 20 અને 21 માર્ચ એટલે કે શનિ અને રવિવારે સંપુર્ણ બંધ રાખવાનો નિર્ણય
  • રાતે 7 થી 9 સુધી ગુડ્સ વાહનોનો પર મુકાયેલો પ્રતિબંધ હાલ પુરતો સ્થગિત કરી દેવામાં આવ્યો

સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આ ઉપરાંત 18 માર્ચના રોજ રેકોર્ડ બ્રેક 395 કેસો સામે આવ્યા હતા. તેમજ ટેક્સટાઈલ માર્કેટમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા હતા. ત્યારે મનપા દ્વારા અહીં ટેસ્ટિંગ પણ સધન કરવામાં આવ્યું હતું. દરમિયાન ફોસ્ટાની એક બેઠક મળી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાના નિર્દેશ અનુસાર સુરતમાં આવેલી કાપડ માર્કેટો 20 અને 21 માર્ચ એટલે કે શનિ અને રવિવારે સંપુર્ણ બંધ રાખવાનો નિર્ણય ફોસ્ટાએ લીધો છે. જોકે, ત્યારબાદ આ મામલે વધુ એક બેઠક યોજવામાં આવશે અને પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો:સુરતમાં કાપડ માર્કેટ ખોલવાની મંજૂરી મેળવવાં માટે ટેક્સટાઈલ એસોસિએશને કલેક્ટરને પત્ર લખ્યો

ગુડ્સ વાહનો પર મુકાયેલો પ્રતિબંધ હાલ પુરતો સ્થગિત

સુરતમાં ટેક્સટાઈલ ટ્રેડર એસોસિએશન, જિલ્લા લેબર યુનિયન અને ટેમ્પો યુનિયનના હોદેદારોએ સુરત પોલીસ કમિશનર સાથે એક બેઠક યોજી હતી. અને ટેક્સટાઈલ માર્કેટમાં ગુડ્સ વાહનો પર રાતે 7 વાગ્યા બાદ જે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તે હાલ કર્ફયુના સમયમાં દુર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જેથી પોલીસ કમિશનરે તેઓની આ રજૂઆત માન્ય રાખી છે. રાતે 7થી 9 સુધી ગુડ્સ વાહનો પર મુકાયેલો પ્રતિબંધ હાલ પુરતો સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

સુરતમાં કાપડ માર્કેટો 20-21 માર્ચ સંપૂર્ણ બંધ રાખવા ફોસ્ટાનો નિર્ણય

આ પણ વાંચો:સુરતમાં ન્યુ ટેક્સટાઈલ માર્કેટ અને રઘુકુળ ટ્રેક્ટર માર્કેટના વેપારી સાથે ઠગાઈ

ABOUT THE AUTHOR

...view details