ગુજરાત

gujarat

Olympic: પ્રથમવાર એથલીટ અને ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના પહેરશે સ્પોર્ટસ ડ્રેસ

By

Published : Jul 23, 2021, 5:32 PM IST

પ્રથમવાર ઓલમ્પિક(Olympic)માં ભારતીય ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના સ્પોર્ટસ ડ્રેસ પહેરશે. કોરોના કાળમાં કેન્દ્ર સરકારના કડક વલણના કારણે સર્ક્યુલર નિટીંગ(Circular knitting fabric) હવે ચાઇનાથી આયાત થતું નથી. પરંતુ સુરતના જ કાપડના વેપારીઓ ફેબ્રિક તૈયાર કરી રહ્યા છે.

પ્રથમવાર એથલીટ અને ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના પહેરશે સ્પોર્ટસ ડ્રેસ
પ્રથમવાર એથલીટ અને ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના પહેરશે સ્પોર્ટસ ડ્રેસ

  • ખેલાડીઓ અને એથેલીટ્સ સુરતમાં તૈયાર આ કાપડના સ્પોર્ટસ ડ્રેસ પહેરીને મેદાનમાં ઉતરશે
  • કેન્દ્ર સરકારના કડક વલણના કારણે સર્ક્યુલર નિટીંગ હવે ચાઇનાથી આયાત થતું નથી
  • અપ્રત્યક્ષ રીતે આ કાપડના લીધે એક લાખથી વધુ લોકોને રોજગાર મળ્યો છે

સુરત: પ્રથમવાર ઓલમ્પિક(Olympic)માં ભારતીય ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના સ્પોર્ટસ ડ્રેસ પહેરશે, જે સુરત માટે ગૌરવની વાત છે. અત્યાર સુધી ઓલિમ્પિક(Olympic)ના ઈતિહાસમાં જે પણ એથેલીટ રમવા જતા હતા, તે ચીનમાં તૈયાર થતા ફેબ્રિકના સ્પોર્ટસ કોસ્ચ્યુમ પહેરતા હતા, પરંતુ કોરોના કાળમાં કેન્દ્ર સરકારના કડક વલણના કારણે સર્ક્યુલર નિટીંગ (Circular knitting fabric) હવે ચાઇનાથી આયાત થતું નથી, પરંતુ સુરતના જ કાપડના વેપારીઓ ફેબ્રિક તૈયાર કરી રહ્યા છે. આજ કારણ છે કે, પ્રથમવાર ઓલમ્પિક(Olympic)માં ખેલાડીઓ સુરતમાં તૈયાર આ ફેબ્રિકના સ્પોર્ટ ડ્રેસ પહેરી મેદાનમાં ઉતરશે.

પ્રથમવાર એથલીટ અને ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના પહેરશે સ્પોર્ટસ ડ્રેસ

આ પણ વાંચો- દુતીએ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી, કહ્યું- ટોક્યો ઓલમ્પિકની તૈયારી માટેે કાર વેંચી

સુરત સર્ક્યુલર નિટીંગ ઉત્પાદનમાં હબ બની ગયું છે

વિશ્વભરના સ્પોર્ટ્સ મેન જે કાપડને પસંદ કરી રહ્યા છે, તે કાપડ હવે સુરતમાં બનવા લાગ્યું છે. સર્ક્યુલર નિટીંગ ફેબ્રિક (Circular knitting fabric) માટે અત્યાર સુધી ચાઇના વિશ્વમાં સૌથી મોટુ માર્કેટ ધરાવતું હતું, પરંતુ કોરોના કાળમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેના કારણે ચાઇનાથી 800 ટન જેટલું કાપડ ભારતમાં આયાત થતું હતું, તેની પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે સુરતના વેપારીઓને આ કાપડ બનાવવાની સુવર્ણ તક મળી અને આ જ કારણ છે કે, સુરત સર્ક્યુલર નિટીંગ(Circular knitting fabric) ઉત્પાદનમાં હબ બની ગયું છે.

પ્રથમવાર ઓલમ્પિકમાં એથલીટ અને ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના પહેરશે સ્પોર્ટસ ડ્રેસ

સુરતમાં તૈયાર આ કાપડ વિશ્વમાં જાય છે

સુરતમાં તૈયાર આ કાપડ વિશ્વમાં જાય છે અને મોટા-મોટા ખેલાડીઓ માટે તે પહેલી પસંદ બની ગયું છે. હાલ ઓલમ્પિક(Olympic)માં પણ ભારતીય ખેલાડીઓ સહિત અન્ય ખેલાડીઓ અને એથલીટ્સ સુરતમાં તૈયાર આ કાપડના સ્પોર્ટસ ડ્રેસ પહેરીને મેદાનમાં ઉતરશે.

પ્રથમવાર ઓલમ્પિકમાં એથલીટ અને ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના પહેરશે સ્પોર્ટસ ડ્રેસ

આ પણ વાંચો-કિરણ રિજિજૂનું મોટુ એલાન, કહ્યું- ઓલમ્પિક 2028માં ભારતને ટોપ-10માં લાવવાનું લક્ષ્ય

અગાઉ સર્ક્યુલર નિટીંગ ફેબ્રિક ચાઇના બનાવતું હતું

સર્ક્યુલર નિટીંગ ફેબ્રિક(Circular knitting fabric) બનાવનાર ગુજરાતના સૌથી મોટા વેપારી વિષ્ણુ અગ્રવાલે જણાવ્યું હતું કે, અગાઉ સર્ક્યુલર નિટીંગ ફેબ્રિક ચાઇના બનાવતું હતું. ચાઇના ભારતનું સૌથી મોટુ હરીફ હતું. દર મહિને ચાઇનાથી 800 ટન જેટલું કાપડ આયાત કરવામાં આવતું હતું, પરંતુ સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેના કારણે હવે સુરતના વેપારીઓને આ ક્ષેત્રમાં નવી તક મળી છે.

આ કાપડની કિંમત 80 રૂપિયાથી લઇને 200 રૂપિયા મીટર છે

ઓલમ્પિક(Olympic)માં પણ ખેલાડીઓ જે કાપડનો ડ્રેસ પહેરે છે, તે સુરતમાં તૈયાર થયા છે. અમે અહીંથી કાપડ દેશની અન્ય મંડીઓમાં મોકલતા હોઈએ છીએ અને ત્યાંથી વિશ્વના અનેક દેશોમાં આ કાપડ જાય છે. કાપડની ખાસિયત છે કે, એનાથી પરસેવો સહેલાઈથી સુકાઇ જાય છે. ખેલાડીઓને મુવમેન્ટ કરવામાં પણ સરળતા રહે છે. જેની કિંમત 80 રૂપિયાથી લઇને 200 રૂપિયા મીટર છે. આ કાપડ કિલોના ભાવે વેચાય છે.

આ પણ વાંચો-ઓલમ્પિક માટે ક્વોલિફાય થનાર ભારતની પ્રથમ મહિલા તલવારબાજે સફળતાનો શ્રેય માતાપિતાને આપ્યો

સુરતમાં 115થી પણ વધારે એકમો કાર્યરત

અન્ય વેપારી રાહુલ અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશ-વિદેશની બ્રાન્ડેડ સ્પોર્ટ્સ કંપનીઓ આ ફેબ્રિક વાપરતી હોય છે. ઓલમ્પિક(Olympic)માં ખેલાડીઓ જે કાપડ પહેરશે, તે સુરતમાં બન્યા છે તે માટે અમને ગૌરવ છે. સુરતથી અમેરિકા, આફ્રિકા સહિત અન્ય દેશોમાં આ કાપડ મોકલીએ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં 115થી પણ વધારે એકમો કાર્યરત છે. અપ્રત્યક્ષ રીતે આ કાપડના લીધે એક લાખથી વધુ લોકોને રોજગાર મળ્યો છે. કોરોના કાળમાં કાપડ ઉદ્યોગ મંદીમાં પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ કાપડ બનાવનારા લોકોની ડિમાન્ડ વધી ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details