ગુજરાત

gujarat

Inspiring Farmer of Surat : સુરતના ખેડૂતે હળદરની અનોખી રીતે ખેતી કરી અન્ય ખેડૂતોને આપી પ્રેરણા

By

Published : Jan 13, 2022, 10:26 AM IST

સુરતમાં ઓલપાડ તાલુકાના અણિતા ગામના ખેડૂતે પોતાની સૂઝબૂઝથી હળદરની ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પુરી (An Inspiring Farmer of Surat) પાડી છે. સામાન્ય રીતે સુરતમાં મોટા ભાગના ખેડૂતો શેરડી, ડાંગર, શાકભાજીની ખેતી જ કરતા હોય છે, પરંતુ આ ખેડૂતે પોતાના 2 વીઘાંના ખેતરમાં હળદરની ખેતી (A farmer from Surat cultivated turmeric) કરી સૌને પ્રેરણા આપી છે.

An Inspiring Farmer of Surat: સુરતના અણિતા ગામના ખેડૂતે હળદરની ખેતી કરી અન્ય ખેડૂતોને આપી પ્રેરણા
An Inspiring Farmer of Surat: સુરતના અણિતા ગામના ખેડૂતે હળદરની ખેતી કરી અન્ય ખેડૂતોને આપી પ્રેરણા

સુરતઃ ઓલપાડ તાલુકાના અણિતા ગામના ખેડૂતે (Anita village farmer Inspiration) પોતાની સૂઝબૂઝથી 2 વીઘાંના ખેતરમાં હળદરની ખેતી (An Inspiring Farmer of Surat) કરી છે. આ સાથે જ આ ખેડૂતે અન્ય ખેડૂતોને પણ પ્રેરણા (An Inspiring Farmer of Surat) પુરી પાડી છે. આમ, તો સુરત જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો શેરડી, ડાંગર અને શાકભાજીની ખેતી જ કરતા હોય છે ત્યારે ઓલપાડ તાલુકાના અણિતા ગામના ખેડૂત (Anita village farmer Inspiration) કર્મવીરસિંહ સોલંકીએ પોતાની જમીનમાં સાહસિક પગલું ભર્યું હતું અને હળદરની સફળ ખેતી (A farmer from Surat cultivated turmeric) કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારુપ સાબિત થયા હતા.

હળદરનું પેકિંગ કરી ખેડૂત જાતે જ માર્કેટિંગ કરશે

કઈ રીતે આવ્યો વિચાર?

અણીતા ગામમાં હળદરની સફળ ખેતી કરનારા (A farmer from Surat cultivated turmeric) કર્મવીરસિંહ સોલંકીએ ETV BHARATને જણાવ્યું હતું કે, તેમને વિચાર આવ્યો કે, પોતાના ખેતરમાં કઈ નવી ખેતી કરવામાં આવે, જેથી તેમણે ચેન્નઈ અને કર્ણાટકના ખેડૂતોની ખેતી જોઈએ. ત્યારબાદ તેમણે પોતાના 2 વીઘાંના ખેતરમાં હળદરની ખેતી (A farmer from Surat cultivated turmeric) કરવાનું વિચાર્યું હતું.

માત્ર 10 મહિનામાં તૈયાર થઈ ગયો પાક

આ પણ વાંચો-ડ્રોપઆઉટ 250 દીકરીઓને ઘેર જઈ શિક્ષણ આપી બોર્ડમાં પાસ પણ કરાવનાર શિક્ષકની પ્રેરણાદાયી વાત

હળદરની ખેતીમાં દેશી ખાતરનો કર્યો ઉપયોગ

જોકે, ખેતરમાં આ ખેતી કરવી તેમના માટે ઘણી પડકારરૂપ હતી. કારણ કે, ખેતર આ ખેતી માટે યોગ્ય નહતું, જેથી તેમણે પોતાના ખેતરમાં કેમિકલવાળા ખાતરની જગ્યાએ દેશી ખાતરનો (Indigenous fertilizer in turmeric cultivation) ઉપયોગ કર્યો અને ગૌછાણનો પુષ્કળ ઉપયોગ કરી હળદરની ખેતી માટે જમીનને લાયક બનાવી બાદમાં વાંસદાથી 45 મણ સેલેમ નામની હળદરની જાતનું બિયારણ લાવ્યા અને સાહસ કરી પોતાના ખેતરમાં ખેતી (A farmer from Surat cultivated turmeric) કરી હતી.

આ પણ વાંચો-Dragon Fruit Farming In Gujarat: તાલાલાની આ મહિલા ઓર્ગેનિક ખેતી કરી કરે છે મબલક કમાણી, મહિલાઓ માટે બની પ્રેરણા

માત્ર 10 મહિનામાં તૈયાર થઈ ગયો પાક

હળદરનો પાક તૈયાર થતા ખેડૂતને લગભગ 10 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ પાકમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાથી કોઈ પણ પ્રકારની જીવાત કઈ બગાડી શકતી નથી અને માવઠું થાય કે, પછી વાતાવરણ બદલાયા કરે હળદરના પાકને કઈ ફરક પડતો નથી અને મોટી વાત તો એ કે, સુરત જિલ્લાના ખેડૂતો માટે જે ભૂંડ માથાનો દુખાવો બન્યા છે. આ પાકની સુગંધની લીધે ભૂંડ ફરકતા પણ નથી, જેથી પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને ખર્ચ પણ ઓછો થાય છે. આથી તેમણે સૌ કોઈ ખેડૂતોને આ ખેતી કરવાની અપીલ કરી હતી.

હળદરનું પેકિંગ કરી ખેડૂત જાતે જ માર્કેટિંગ કરશે

ખેડૂતે વધુમાં જણાવ્યુ હતું કે, તેમને અંદાજ છે કે, પોતાના 2 વીઘાંના ખેતરમાં 800 મણ જેટલું હળદરનો પાક (A farmer from Surat cultivated turmeric) થશે અને હાલ બજારમાં આ હળદરનો ભાવ 350 જેટલો ચાલી રહ્યો છે. જોકે, સુરત જિલ્લામાં સમ ખાવા જેટલા જ ખેડૂતો હળદરની ખેતી (A farmer from Surat cultivated turmeric) કરતા હોવાથી હળદરનું માર્કેટ છે, જેથી તેઓ જાતે જ હળદરને ઘરે બોઈલ કરશે પછી સુકવી પોલિશ કરશે અને પાઉડર તૈયાર કરી એના પાકિટ બનાવી જાતે જ માર્કેટિંગ કરશે.

ABOUT THE AUTHOR

...view details