- રાજકોટ જેલની ઘટના આવી સામે
- બે કેદીઓએ કાચના ટુકડા ખાધા
- બન્ને કેદીઓને હોસ્પિટલમાં ખસેડાયા
રાજકોટ:જિલ્લાની પોપટપરામાં આવેલી મધ્યસ્થ જેલમાં ફરી બે કેદીઓએ કાચના ટુકડા ખાઈ લેતા તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આ અગાઉ પણ બે કેદીઓને ડોક્ટર દ્વારા આઈસોલેટ થવાનું કહેવામાં આવતા કેદીઓને માઠું લાગી આવ્યું હતું અને તેમને પણ કાચના ટુકડા ખાઇ લીધા હતા. ત્યારે ફરી પાછી જેલમાં આ પ્રકારની કાચ ખાવાની ઘટના સામે આવતા જેલ તંત્ર પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો: રાજકોટની જેલમાં કેદી પાસેથી મોબાઈલ અને તમાકુ મળ્યા
બહેનનું મોત થયા કોઈ લેવા ન આવ્યું અને કાચ ખાધા
રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદી તરીકે અરવિંદ કેશુભાઇ રાઠોડ અને સુરેશ ધનજીભાઇ મકવાણા છેલ્લા કેટલાય સમયથી સજા કાપી રહ્યાં છે. જ્યારે કેદી અરવિંદના બહેન ગુજરી ગયા હોવાથી તેને ઘરના કોઇ સભ્ય તેડવા ન આવતાં તેને માઠું લાગી ગયું હતું. સાથી કેદી સુરેશની થેલીમાંથી કાચ કાઢી ખાઇ લીધા હતાં. ત્યારબાદ સુરેશને પોતાની થેલીમાંથી કાચ કાઢી અરવિંદ ખાઇ ગયો હતો. પુછતાછમાં પોતાનું નામ ખુલશે તેવો ભય લાગતાં તેને પણ આ કાચ ખાધા હતા. જ્યારે બન્નેને હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:રાજકોટ જેલના કેદીઓએ 45 હજાર માસ્ક તૈયાર કર્યા