- નરેશ કનોડિયાને કેન્દ્રીયપ્રધાન પરસોત્તમ રૂપાલાએ પાઠવી શ્રદ્ધાંજલિ
- ગાંધીનગરમાં રૂપાલાના પાડોશી હતા નરેશ કનોડિયા
- રૂપાલાએ તેમની સાથેના સંસ્મરણો યાદ કરી દુઃખ વ્યક્ત કર્યું
કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી
ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર નરેશ કનોડિયાનું આજે એટલે કે મંગળવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે, ત્યારે ગુજરાતી કલાજગતના તમામ નાના-મોટા કલાકારો નરેશ કનોડિયાને યાદ કરતાં પોતાના સ્મરણો વ્યક્ત કરી રહ્યાં છે. જેને લઈને રાજકોટ ખાતે આવેલા કેન્દ્રીયપ્રધાન પરસોત્તમ રૂપાલાએ પણ નરેશ કનોડિયાના અવસાન પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાજકોટઃ ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડિયાનું કોરોના સારવાર દરમિયાન અવસાન થયું છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, કનોડિયા પરિવાર સાથે તેમનો વ્યક્તિગત ઘરોબો છે. આ ઉપરાંત ગાંધીનગરના તેમના નિવાસ સ્થાનની બાજુમાં કનોડિયા પરિવાર રહે છે. એટલે તેમની સાથે પારિવારિક સંબંધ હતો. રૂપાલાએ કહ્યું કે, જ્યારે અમે ફ્રી હોઈએ ત્યારે એકબીજાના ઘરે જઈને હળવાશની પળો માણતાં હતાં. તેમ જ કનોડિયા પરિવાર વર્ષોથી ભાજપ સાથે રહેલા છે એટલે ભાજપનો પરિવાર તેમ જ નરેશ કનોડિયાએ ભાજપના સ્ટાર પ્રચારક પણ હતા. કનોડિયા બંધુઓએ ગુજરાતી ભાષાની ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોચાડવાનું કામ કર્યું છે. જેને ગુજરાતની જનતા ક્યારેય ભૂલી નહીં શકે. આ સાથે જ રૂપાલાએ બન્ને ભાઈઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.