ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના યુવા વૈજ્ઞાનિકને મળ્યા 9 સન્માન પત્ર

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના શાસ્ત્ર વિભાગમાં કામ કરતા યુવા વૈજ્ઞાનિક ધર્મરાજસિંહ જેઠવાને શિક્ષણ સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરવા બદલ રાજ્ય અને ભારત સરકારે નવ જેટલા પારિતોષિકથી સન્માનિત કર્યા છે. કીટક શાસ્ત્રમાં કામ કરતા ખેડૂતોને કૃષિ જીવાતો અને કીટકોમાંથી મુક્તિ મળે તે માટે સતત મનોમંથન અને સંશોધન પ્રવૃત્તિઓ થકી ખેડૂતોને પણ મદદરૂપ બની રહ્યા છે.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી
જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી

By

Published : Feb 20, 2021, 11:53 AM IST

  • વૈજ્ઞાનિક ડૉ. ધર્મરાજસિંહ જેઠવાને 9 પારિતોષિકથી કરાયા સમ્માનિત
  • શિક્ષણ સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રમાં કરી ઉમદા કામગીરી
  • સંશોધનથી ખેડૂતોને જીવાતો અને કીટકોના નિયંત્રણ પર થઈ રહી છે મદદ

જૂનાગઢ: એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કિટક શાસ્ત્રમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા યુવા વૈજ્ઞાનિક ધર્મરાજસિંહ જેઠવાને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે શિક્ષણ સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રમાં તેમના દ્વારા કરવામાં આવેલી ઉમદા કામગીરી તેમજ સંશોધનને રાખીને તેમને નવ જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિકથી સન્માનિત કર્યા છે. તેમને અનેક સંશોધનો કર્યા છે જે પૈકીના સરકારમાં પેટન્ટ માટે મોકલવામાં આવ્યા છે. જેને કૃષિ વિભાગે અનુમોદિત કરતા વધુ કેટલાંક સંશોધનો કૃષિક્ષેત્રમાં ડોક્ટર જેઠવા કરવા જઈ રહ્યા છે. જેનો સીધો ફાયદો ખેતી સાથે સંકળાયેલા પ્રત્યેક વ્યક્તિને આગામી સમયમાં મળતો જોવા મળશે.

ડૉ ધર્મરાજસિંહ જેઠવાને 9 પારિતોષિકથી કરાયા સમ્માનિત

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના યુવા એગ્રીકલ્ચર યુનિવર્સિટીને 9 પારિતોષિકથી સન્માનિત કરાયા

ખેડૂતો માટે ગુલાબી ઈયળ કાયમ માટે દરેક સિઝનના કૃષિ પાકોમાં માથાનો દુખાવો સાબિત થતી હોય છે. ત્યારે ડોક્ટર જેઠવા એ ત્રણેય પ્રકારના ઈયળો પર જંતુનાશક દવાઓનો બિલકુલ સૌથી ઓછો ઉપયોગ કરીને નિયંત્રણ કઈ રીતે કરી શકાય તેના પર સંશોધન કર્યું છે અને તે ખૂબ જ અસરકારક પણ સાબિત થયું છે અને વર્ષ 2011 અને 2019/20માં બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ આપ્યો છે. તેમની ત્રણ પેટર્ન પણ અત્યાર સુધીમાં ફાઈલ થઈ ગઈ છે. તેને સ્વીકૃતિ પણ મળી ગઈ છે. જેમાં કપાસમાં ગુલાબી ઈયળનું તેમજ રીંગણમાં ડુંમ કોરી ખાનાર ઈયળનું નિયંત્રણ કોઈ પણ પ્રકારના જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વગર કઈ રીતે થઈ શકે તેનું અસરકારક સંશોધન પણ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details