- આજે 15 જૂનથી 16મી ઓક્ટોબર સુધી સાસણ, આંબરડી અને Girnar Nature Safari પ્રવાસીઓ માટે કરાયા બંધ
- કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આગામી 16મી ઓક્ટોબરે પાર્ક શરૂ થશે તેની વનવિભાગને આશા
- એપ્રિલ માસથી કોરોના સંક્રમણને કારણે તમામ National Park અને સફારી પાર્ક રાખવામાં આવ્યા છે બંધ
જૂનાગઢ : આજે 15 જૂનથી ગીરમાં આવેલા સાસણ, આંબરડી અને ગિરનાર નેચર સફારી પાર્ક (Girnar Nature Safari) તમામ પ્રવાસીઓ માટે આગામી 16મી ઓક્ટોબર સુધી બંધ જોવા મળશે. વર્ષોની પરંપરા મુજબ 15મી જૂનથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થતું હોય છે. આવા સમયે જંગલ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ પુષ્કળ હોવાને કારણે તેમજ આ સમય દરમિયાન સિંહોની સંવવન ઋતુ હોવાને કારણે પણ આંબરડી સાસણ અને નવા શરૂ થયેલા ગિરનાર નેચર સફારી (Girnar Nature Safari) પાર્ક આગામી 16મી ઓક્ટોબર સુધી વર્ષોથી બંધ રાખવામાં આવે છે. જેનો અમલ આજથી શરૂ કરવામાં આવ્યો છે.
આગામી 16મી ઓક્ટોબરના દિવસે સફારી પાર્ક ખોલવા અંગે કોઇ અંતિમ નિર્ણય કરાશે
કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આગામી 16મી ઓક્ટોબરના દિવસે સફારી પાર્ક અને રાષ્ટ્રીય ઉદ્યાન (National Park)ને ખોલવા અંગે કોઇ અંતિમ નિર્ણય કરવામાં આવશે, તેવું વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : વેકરિયા ડેમ પાસેથી સિંહણ અને 4 ચિકારા મૃત હાલતમાં મળ્યા