ગુજરાત

gujarat

જામનગરમાં બુધવારથી મિની લોકડાઉન શરૂ

By

Published : Apr 28, 2021, 7:02 PM IST

જામનગરમાં વકરી રહેલી કોરોના પરિસ્થિતિને લઈને બુધવારથી મિની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેને વેપારીઓએ સહયોગ આપ્યો છે. મિની લોકડાઉનના પ્રથમ દિવસે જ જામનગરના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા.

જામનગરમાં બુધવારથી મિની લોકડાઉન શરૂ
જામનગરમાં બુધવારથી મિની લોકડાઉન શરૂ

  • સરકારી-અર્ધ સરકારી સહિતની તમામ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ
  • સ્ટેડીયમમાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર રમત ગમત ચાલુ રાખી શકાશે
  • પબ્લિક ટ્રાન્સપોર્ટ મહત્તમ 50 ટકા પેસેન્જરો સાથે ચાલુ રાખી શકાશે


જામનગર: રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉનની જાહેરાત કરાતા જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જેમાં જામનગર શહેરમાં ગુરૂવારથી તમામ દુકાનો, લારી ગલ્લાઓ, શોપીંગ મોલ સહિતની વેપારી પ્રવૃતિઓ બંધ રાખવા આદેશ કરાયો છે. જાહેરનામામાં જણાવ્યું છે કે, રાત્રિ કર્ફ્યૂ દરમિયાન રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે જે દરમિયાન કોઇએ પણ બિનજરૂરી ઘરની બહાર કે જાહેર જગ્યામાં નીકળવું નહીં.

જામનગરમાં બુધવારથી મિની લોકડાઉન શરૂ

આ પણ વાંચો:મોરબીમાં મીની લોકડાઉનની અમલવારી કરાવવા જિલ્લા SP દ્વારા ફૂટ પેટ્રોલિંગ

કઈ સેવાઓ બંધ રહેશે ?

જામનગર શહેરમાં તમામ આર્થિક, વ્યાપારિક પ્રવૃતિઓ જેવી કે દુકાનો, વાણિજય સંસ્થાઓ, તમામ લારી ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, અઠવાડિક ગુજરી બજારો, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય) સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, સલુન સ્પા, બ્યુટીપાર્લર, જીમ, સ્વીમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ અને કોમર્શિયલ કોમ્પલેક્ષ બંધ રાખવા આદેશ કરાયો છે. રેસ્ટોરન્ટ પણ બંધ રાખવાના રહેશે પરંતુ રેસ્ટોન્ટમાં ટેક અવેની સુવિધા આપી શકાશે.

આ પણ વાંચો:પાટણમાં મિની લૉકડાઉનમાં પણ બજારમાં લોકોની હાજરી જોવા મળી

કઈ સેવાઓ ચાલુ રહેશે ?

ગુરૂવારથી 5 મે સુધીના મિની લોકડાઉન દરમિયાન અનાજ-કરિયાણાની દુકાનો, શાકભાજી, ફળફળાદીની દુકાનો, મેડીકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો, મેડીકલ અને પેરામેડીકલ સેવાઓ ચાલુ રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃતિઓ પણ યથાવત રહેશે. સરકારના જાહેરનામા મુજબ ઘર-ઘર ટીફીન સેવા ચાલુ રહેશે. આ ઉપરાંત તમામ પ્રકારના પેટ્રોલ-ડીઝલના પંપ, એલપીજી ડિસ્ટ્રીબ્યુશન સેવા, પોસ્ટ અને કુરિયર તથા ખાનગી સિક્યુરીટી સેવા ચાલુ રહેશે. પશુ આહાર, ઘાસચારો, પશુ દવાખાના તથા સંબંધિત સેવાઓ તથા પેસ્ટ કંટ્રોલ અને આવશ્યક સેવાનો પુરવઠો ચાલુ રહેશે અને પાણી વિતરણ સેવા પણ યથાવત રહેશે. આંતર રાજય, આંતર જિલ્લા, આંતર શહેર ટ્રાન્સપોર્ટ સેવા યથાવત રહેશે. સરકારની ગાઈડ લાઈન અને પોલીસ કમિશ્નરના જાહેરનામાં મુજબ સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક, સંબધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરિંગ હાઉસ, એ.ટી.એસી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈસ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને કોઈ પ્રતિબંધ લાગુ પડશે નહીં.

ABOUT THE AUTHOR

...view details