ગુજરાત

gujarat

જામનગરમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો

By

Published : Jan 9, 2020, 12:45 AM IST

જામનગર : જિલ્લા મહીલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત શ્રી રતનબાઈ કન્યા શાળામાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૪૮ કિશોરીઓ સહભાગી થયેલી. આ મેળામાં “બેટી બચાઓ બેટી પઢાઓ” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૦ કિશોરીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પીબીએસીના કાઉન્સેલર દર્શનાબેન વાળા દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાની માહિતી કિશોરીઓને આપવામાં આવી તેમજ “પર્સનલ હાઈજીન” વિશે કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી.

Beti Bachao Beti Padhao
કિશોરી મેળો યોજાયો

શાળાની ૦૩ કીશોરીઓ દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના વિશે આદર્શ વક્તવ્ય આપવામાં આવ્યું અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશભાઈ ભાંભી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાઓ તેમજ જાતીય સતામણી વિશેની માહિતી કિશોરીઓને આપવામાં આવી. ત્યાર બાદ મહિલા શક્તિ કેન્દ્રના કોર્ડીનેટર રૂકશાદબેન ગજણ દ્વારા કિશોરીઓને પીબીએસસી, ૧૮૧ મહિલા હેલ્પ લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધામાં વિજેતા કિશોરીઓને જિલ્લા મહિલા અને બાળ અધીકારી તથા શાળાના પ્રિન્સિપાલ દ્વારા શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં તમામ કિશોરીઓને સેનીટાઇઝેશન કીટ પણ આપવામાં આવી હતી.

કિશોરી મેળો યોજાયો
Intro:Gj_jmr_03_kishori melo_7202728_mansukh


જામનગર: બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત શ્રી રતનબાઈ કન્યા
શાળામાં કિશોરી મેળો યોજાયો....


જામનગર : જિલ્લા મહીલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત શ્રી રતનબાઈ કન્યા શાળામાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ૨૪૮ કિશોરીઓ સહભાગી થયેલ. આ મેળામાં “બેટી બચાઓ બેટી પઢાઓ” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. સ્પર્ધામાં ૫૦ કિશોરીઓએ ભાગ લીધેલ. કાર્યક્રમમાં પીબીએસીના કાઉન્સેલર દર્શનાબેન વાળા દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાની માહિતી કિશોરીઓને આપવામાં આવી તેમજ “પર્સનલ હાઈજીન” વિશે કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી.

શાળાની ૦૩ કીશોરીઓ દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના વિશે આદર્શ વક્તવ્ય આપવામાં આવ્યું અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશભાઈ ભાંભી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાઓ તેમજ જાતીય સતામણી વિશેની માહિતી કિશોરીઓને આપવામાં આવી. ત્યાર બાદ મહિલા શક્તિ કેન્દ્રના કોર્ડીનેટરશ્રી રૂકશાદબેન ગજણ દ્વારા કિશોરીઓને પીબીએસસી, ૧૮૧ મહિલા હેલ્પ લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધામાં વિજેતા કિશોરીઓને જીલ્લા મહિલા અને બાળ અધીકારી તથા શાળાના પ્રિન્સિપાલ દ્વારા શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ, કાર્યક્રમના અંતમાં તમામ કિશોરીઓને સેનીટાઇઝેશન કીટ પણ આપવામાં આવી હતી તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

Body:MsConclusion:Jmr

ABOUT THE AUTHOR

...view details