- 9 જૂલાઈએ જ સરકારને મળ્યો નવો જથ્થો
- જિલ્લાઓ કરતા કોર્પોરેશન વિસ્તારમાં વેક્સિનના ડોઝ વધુ અપાયા
- હાલ 2,100થી 2,200 સેન્ટરો પરથી જ અપાશે વેક્સિન
ગાંધીનગર: મમતા ડેની કામગીરીને ધ્યાનમાં રાખી તારીખ 7 જુલાઇથી ગુજરાતભરમાં વેક્સિનેશન કામગીરી બંધ કરવામાં આવી હતી. જે બાદ શુક્રવાર સુધી આ પ્રક્રિયા બંધ જ રહી છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર પાસે 9 જૂલાઈએ વેક્સિનનો નવો જથ્થો આવ્યો હોવાથી વેક્સિનની પ્રક્રિયા 10 જૂલાઈથી શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ રહેલી છે. જો કે, વેક્સિનનો જથ્થો જરૂરિયાત પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી 2,100થી 2,200 વેક્સિન સેન્ટરો બંધ છે. આ પહેલા વધારીને 5,000 વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાની વાત હતી, પરંતુ અત્યારે વેક્સિનનો જથ્થો પૂરતો ન હોવાથી વધુ સેન્ટરો હાલ પૂરતા વધારવામાં નહીં આવે.
આ પણ વાંચો: રાજ્યમાં ત્રણ દિવસથી વેક્સિનેશન બંધ, વેપારીઓને રસી મુકાવામાં હાલાકી
ગુજરાત સરકાર પાસે આત્યાર સુધી અઢી લાખથી વધુ વેક્સિનનો જથ્થો
ગુજરાત સરકાર પાસે વેક્સિનેશન પ્રક્રિયા ત્રણ દિવસ બંધ રહે એ પહેલા અઢી લાખ જેટલો જથ્થો હતો. પરંતુ મમતા દિવસને ધ્યાનમાં રાખી વેક્સિનેશન પ્રક્રિયા બંધ રહી હતી. જે બાદ અન્ય બે દિવસ પણ આ કામગીરી બંધ રહી છે. 9મી જૂલાઈએ જ નવો જથ્થો રાજ્ય સરકારને મળ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જો કે આ પહેલા 2.5 લાખથી વધુ વેક્સિનનો જથ્થો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, કોર કમિટીની બેઠકમાં જ આ અંગે નિર્ણય લેવાશે કે, 10 જૂલાઈથી વેક્સિનેશન પ્રક્રિયા શરૂ કરવી કે નહીં. જો કે, ગુજરાત સરકાર પણ વેક્સિનનો જથ્થો પુરતા પ્રમાણમાં એકત્રિત કરી રહી છે. જેથી 9 જૂલાઈએ વેક્સિન મળી હોવાથી રાજ્યના 33 જિલ્લાઓ તેમજ કોર્પોરેશન વિસ્તારમાં વેક્સિનેશન પ્રક્રિયા વેગવંતી બને તેવી શક્યતા છે.
8 મહાનગરપાલિકાઓ અને જિલ્લામાં અત્યાર સુધી કેટલુ વેક્સિનેશન?
મહાનગરપાલિકા | જિલ્લા | કોર્પોરેશન |
અમદાવાદ | 7,40,078 | 31,13,692 |
વડોદરા | 7,23,307 | 12,96,146 |
સુરત | 6,23,114 | 22,70,688 |
રાજકોટ | 6,76,735 | 9,39,937 |
જૂનાગઢ | 4,68,944 | 17,2,076 |
ગાંધીનગર | 5,13,034 | 3,11,988 |
જામનગર | 4,0,2,808 | 3,48,510 |
ભાવનગર | 5,72,010 | 3,48,180 |