ગુજરાત

gujarat

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: 20 શહેરો ઉપરાંત 9 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ

By

Published : Apr 27, 2021, 2:22 PM IST

Updated : Apr 27, 2021, 6:14 PM IST

અત્યાર સુધી 20 શહેરોમાં રાત્રિ કરફ્યૂ હતું. જે વધારીને 29 શહેરોમાં કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

રાત્રિ કરફ્યૂનો 28 એપ્રિલથી અમલ કરવાનો રહેશે
રાત્રિ કરફ્યૂનો 28 એપ્રિલથી અમલ કરવાનો રહેશે

  • રાત્રિ કરફ્યૂનો 28 એપ્રિલથી અમલ કરવાનો રહેશે
  • મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, સિનેમા હોલ રહેશે બંધ
  • લગ્નમાં 50 અને અંતિમ વિધિમાં 20ની હાજરી

ગાંધીનગર: ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક બાદ 29 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરી છે. રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કરફ્યૂ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ નિયંત્રણ તારીખ 28 એપ્રિલથી 5 મે સુધી અમલી રહેશે.

આ પણ વાંચો: વડોદરા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન કરાયું જાહેર

29 શહેરોમાં ફક્ત આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે

29 શહેરોમાં ફક્ત આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. જેમાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે. માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.

20 શહેરો ઉપરાંત નવા આ 9 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવાયો

20 શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યૂ રહેશે.

આ પણ વાંચો:ભુજમાં 3 દિવસના સ્વૈચ્છિક લૉકડાઉનનો હિન્દુસ્તાન નિર્માણ દળે વિરોધ કર્યો

29 શહેરોમાં જરૂરિયાત સિવાય બધુ બંધ રહેશે

મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, સિનેમા હોલ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે. માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજા વિધિ કરી શકશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમ વિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.

Last Updated :Apr 27, 2021, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details