- સૌર ઊર્જા આધારિત વાહનોથી પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં ઘટાડો થશે- સરકારનો દાવો
- સૌર ઊર્જા આધારિત વાહનોથી વાતાવરણમાં પ્રદૂષણ પણ ઓછું થશે
- સૌર ઊર્જા સંચાલિત વાહનોના ઉપયોગને લઈને ફરીથી એકવાર વિધાનસભામાં સરકાર ઘેરાઈ
- ઊર્જા પ્રધાને જણાવ્યું હતુ કે સૌર ઊર્જા સંચાલિત વાહનોની વ્યવસ્થા માત્ર પ્રયોગિક ધોરણે હતી
આ પણ વાંચોઃખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે ગૃહમાં હોબાળો, નિકાસ વધુ એટલે ભાવ વધારાનો સરકારનો જવાબ
ગાંધીનગર: સરકાર દ્વારા 2015માં નવા સચિવાલય સંકુલ ગાંધીનગર ખાતે સૌર ઊર્જા આધારિત વાહનોની આંતરિક પરિવહન વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જેને લઇને વિધાનસભામાં કોંગ્રેસે સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા હતા. જેમાં સરકારે જણાવ્યું હતુ કે આ સુવિધા માત્ર પ્રાયોગિક ધોરણે જ હતી. ઉર્જા પ્રધાને જણાવ્યું હતું કે 1,64,000 યુનિટ સૌર ઊર્જા ઉતપન્ન થશે. જેનાથી 20,000 લીટર પેટ્રોલ-ડિઝલની બચત થશે અને ૬૦ ટન કાર્બન ડાયોકસાઈડનું થતું પ્રદૂષણ પણ અટકશે.