ગાંધીનગર : રાજ્યના ડોક્ટર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી આપવામાં આવી હતી. છેલ્લા નવ વર્ષથી બાકી રહેલ પ્રશ્નનું નિરાકરણ નવી સરકારમાં પણ ન આવતા અને ડૉક્ટરોએ હડતાળ પાડવાની ચીમકી આપી હતી. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે તાબડતોબ સાથે બેઠક (Health Minister Hrishikesh Patel meeting with doctors) યોજીને તમામ પડતર પ્રશ્ન મુદ્દે જાણકારી મેળવી હતી. ત્યારબાદ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ત્રણ પ્રધાનોની કમિટી તૈયાર કરીને આ મામલે લાવવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્ય સરકારે ડૉક્ટર એસોસિએશનની પર તમામ માગ (Doctors strike called off) સ્વીકારી છે.
સરકારે કઈ કઇ માગ સ્વીકારી
1. રાજ્યમાં તબીબોને નોન પ્રેક્ટિસ એલાઉન્સ
2. બેઝિક પગાર + નોન પ્રેક્ટીસ એલાઉન્સ
3. તબીબોની એડહોક સેવા વિનયમિત કરવા
4 કેરિયર એડવાંસમેન્ટ સ્કીમનો તબીબી શિક્ષકો લાભ આપવા બાબત
5 ડેન્ટિસ્ટ અને આયુષ શિક્ષકો ને લાભ આપવા બાબત
6. MBBS કરાર આધારિત તબીબોના પગાર ભથ્થાં વધારવા બાબત
7. GMERS ના NPS અને ગ્રેજ્યુએટ લાગુ કરવી
31 માર્ચ સુધીમાં સરકાર GR કરશે
ડોક્ટર એસોસિએશનના આગેવાન અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર રજનીશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે થયેલી બેઠકમાં (Health Minister Hrishikesh Patel meeting with doctors) સુખદ અંત આવ્યો છે રાજ્ય સરકારે તમામ માંગનો સ્વીકાર (Doctors strike called off) કર્યો છે અને આ તમામ માંગ રાજ્ય સરકારે સ્વીકાર કર્યા બાદ 31 માર્ચ સુધીમાં રાજ્ય સરકાર સત્તાવાર નોટીફીકેશન પણ જાહેર કરશે.
આ પણ વાંચોઃ કૃષિ પ્રધાનના અધ્યક્ષ સ્થાને કિસાન સંઘની યોજાઇ બેઠક, પડતર પ્રશ્નો બાબતે થઇ ચર્ચાઓ