ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના (Corona In Gujarat) સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જપોઝિટિવ કેસ (Corona Cases In Gujarat) આવી રહ્યા હતા, પરંતુ જાન્યુઆરીના પ્રથમ દિવસે જ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1069 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 23 નવા કેસ (Omicron Cases In Gujarat) નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 11 (Corona Cases In Ahmedabad), સુરત કોર્પોરેશન 04 (Corona Cases In Surat), આણંદ, કચ્છ અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 02 (Corona Cases In Vadodara), જ્યારે ખેડા અને રાજકોટમાં નવા વેરીયન્ટના 1-1 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં 136 કેસ નવા વેરિયન્ટના થયા છે, જેમાંથી 65 દર્દીઓને રજા આપવામાં આવી છે.
અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department Gujarat On Corona) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 559 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 156, વડોદરા શહેરમાં 61 અને રાજકોટમાં 41 કેસ નોંધાયા છે. આજે કુલ 103 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 1,52,072 નાગરિકોને વેક્સિન આપવામાં આવી
31 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કુલ 1,52,072 નાગરિકોને વેક્સિન (Vaccination In Gujarat)આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 19,728 નાગરિકોને પ્રથમ ડોઝ (Corona Vaccine First Dose In Gujarat) આપવામાં આવ્યો છે. 91,258 નાગરિકોને બીજો ડોઝ (Corona Vaccine Second Dose In Gujarat) આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 8,95,87,417 ડોઝ આપવામાં આવ્યા છે.