- રાજ્યમાં પોલીસ આંદોલન ઉગ્ર બન્યું
- બાળકો પણ પોલીસ આંદોલનમાં જોડાયા
- 4 પોલીસ લાઈન બોયે અન્ન અને જળનો ત્યાગ કર્યો
- લેખિત બાંહેધરી નહિ આવે ત્યાં સુધી આંદોલન યથાવત
ગાંધીનગર: રાજ્યકક્ષાના પ્રધાન સાથેની બે કલાકની બેઠક બાદ પણ પોલીસ આંદોલન બાબતે કોઈપણ પ્રકારનો નક્કર નિર્ણય આવ્યો ન હતો. રાજ્ય સરકારે તમામ પોલીસ કર્મચારીઓના પ્રશ્ન એક કરીને કમિટી બનાવીને નિર્ણય કરવાની બાંહેધરી આપી છે. પોલીસ દ્વારા જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા પોલીસના પડતર પ્રશ્નો ઉપરાંત રાજ્યની પોલીસને ગ્રેડ પે અને યુનિયન તૈયાર ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવામાં આવશે. બુધવારના આંદોલનમાં 50 જેટલા બાળકો પણ આંદોલનના સ્થળ પર જોવા મળ્યા હતા.
પોલીસ પરિવારના ધરણામાં ભુલકાઓ પણ ખાખી પહેરીને સમર્થનમાં જોડાયા આ પણ વાંચો:DGP ઓફિસથી પોલીસ પરિવારનું આંદોલન મોકૂફ, સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન યથાવત
પોલીસ પ્રશ્નો એક થશે ત્યારે ફરી બેઠક યોજાશે
ગુજરાત રાજ્યમાં 80,000 જેટલા પોલીસ કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે. તમામ પોલીસ કર્મચારીઓના પ્રશ્નોનો એક યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ ફરીથી રાજ્ય સરકાર સાથે પોલીસના પડતર પ્રશ્નો બાબતે અને પડતી મુશ્કેલીઓ બાબતે ખાસ બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં કમિટીની રચના કર્યા બાદ તમામ પ્રશ્નો પર ચર્ચા-વિચારણા કર્યા બાદ રાજ્ય સરકાર નક્કી કરશે. ત્યાં સુધી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલુ રાખવામાં આવશે.
પોલીસ પરિવારના ધરણામાં ભુલકાઓ પણ ખાખી પહેરીને સમર્થનમાં જોડાયા આ પણ વાંચો:પોલીસ આંદોલનની બેઠકમાં પરિણામ શૂન્ય, આંદોલન રહેશે યથાવત
તિરંગા સાથે આંદોલનને સમર્થન
ગાંધીનગર સત્યાગ્રહ છાવણીની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો એક મંડપ તૈયાર કરવામાં આવ્યો છે અને મંડપની અંદર તમામ પોલીસ કર્મચારીઓના પરિવારજનો આંદોલનને સમર્થન કરી રહ્યા છે. સાથે જ તિરંગાને સાથે રાખી, લહેરાવીને "પોલીસની માંગણીઓ પૂરી કરો" ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. મહિલાઓની સાથે બાળકોને પણ આંદોલનમાં જોડે રાખવામાં આવ્યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે ધૂળ અને માટી વધુ પ્રમાણમાં હોવાના કારણે પોલીસ પરિવારજનોએ ત્યાં ખાસ કરીને પાણીના ટેન્કરથી પાણીનો છંટકાવ કરીને ધૂળ ન ઉડે તે બાબતનું પણ આયોજન કર્યું છે.
પોલીસ બાળકો ખાખી પહેરીને સમર્થનમાં
પોલીસના પડતર પ્રશ્નો બાબતે પોલીસ પરિવારજનો આંદોલન કરી રહ્યા છે. અમદાવાદના અનેક અનેક પોલીસ સ્ટેશન વિસ્તારના કર્મચારીઓના પરિવારજનો આંદોલનમાં જોડાયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી પણ પરિવારજનો આંદોલનને સમર્થન કરવા માટે ગાંધીનગર આવી રહ્યા છે. બાળકો પણ આ આંદોલનના સમર્થનમાં જોડાયા હતા. જેમાંએક સાત વર્ષનો બાળક ખાખી પહેરીને પોલીસના આંદોલનને સમર્થન આપવા માટે સત્યાગ્રહ છાવણી પહોંચ્યો હતો અને પોલીસ આંદોલનને સમર્થન કર્યું હતું.