ગુજરાત

gujarat

એક એવો ગુજરાતી યુટ્યૂબર, જેણે બર્થડે સેલિબ્રેટ કરવા લોકસેવા શરૂ કરી

By

Published : Jul 18, 2021, 9:05 PM IST

મૂળ મહુવાના યુટ્યૂબર ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીએ તૌકતે વાવાઝોડા બાદ પંથકમાં સેવાની સરવણી વહેતી કરી છે. તેણે વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા ઘણાબધા ઘરો બંધાવી આપ્યા છે અને તેમની જરૂરિયાત મુજબ સેવા કરીને વતન પ્રત્યેના પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

એક એવો ગુજરાતી યુટ્યૂબર, જેણે બર્થડે સેલિબ્રેટ કરવા લોકસેવા શરૂ કરી
એક એવો ગુજરાતી યુટ્યૂબર, જેણે બર્થડે સેલિબ્રેટ કરવા લોકસેવા શરૂ કરી

  • મૂળ મહુવાના યુટ્યૂબરે શરૂ કરી માનવ સેવા
  • બર્થડે પાર્ટી આપવાની જગ્યાએ શરૂ કરી સહાય
  • તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કરી રહ્યા છે સેવા

ભાવનગર : મૂળ મહુવાના ગુંદરણા ગામના વતની નીતિન જાની યુટ્યૂબ પર ખજૂરભાઈ નામથી લોકોને હાસ્ય મનોરંજન પૂરું પાડે છે. તે છેલ્લા કેટલાક દિવસોથી પોતાના વીડિયોઝને કારણે નહિં, પરંતુ સેવાકાર્યને લઈને ચર્ચામાં છે. તૌકતે વાવાઝોડા બાદ તેણે સૌરાષ્ટ્રના મહુવા, રાજુલા, ઉના, જાફરાબાદ પંથકમાં સેવાનું ભગીરથકાર્ય શરૂ કર્યું છે.

એક એવો ગુજરાતી યુટ્યૂબર, જેણે બર્થડે સેલિબ્રેટ કરવા લોકસેવા શરૂ કરી

9 મહિનાની 1 કરોડથી વધુની આવક સેવામાં અર્પણ કરી

નીતિન જાનીના જણાવ્યા પ્રમાણે, તેમણે યુટ્યૂબના માધ્યમથી છેલ્લા 9 મહિનામાં 1 કરોડથી વધુ પૈસા કમાયા હતા. તેમણે આ તમામ રકમ અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાન બનાવવા તેમજ પીડિતોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવી આપવા પાછળ ખર્ચી છે. તેમણે અત્યાર સુધી 60 જેટલા ઘરો બનાવી આપ્યા છે અને હજુ પણ બીજા 200 જેટલા ઘરો બનાવવાના બાકી છે. ઘર બનાવી આપવાની વાત તો ઠીક છે, પરંતુ તે અને તેમની ટીમના સભ્યો સાથે મળીને ઘર બનાવવાની કામગીરીમાં પણ જોડાઈ રહ્યા છે.

જન્મદિવસે પાર્ટી કરવાની જગ્યાએ સેવા કરવાનું નક્કી કર્યું

નીતિન જાનીનો 24 મેના રોજ જન્મદિન આવે છે. તેમણે પોતાના જન્મદિને પાર્ટી કરવાની જગ્યાએ તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની સેવા કરવાનું નક્કી કર્યું હતું. રોજેરોજ 50 હજાર રૂપિયાની ખોટ થતી હોવા છતા માનવ સેવાને અગ્રિમતા આપીને તેઓ આજે પણ જરૂરિયાતમંદોની સેવા કરવા દોડી જાય છે. હાલમાં પણ રોજ તેમને 500 જેટલા ફોન કોલ્સ આવે છે.

ABOUT THE AUTHOR

...view details