ગુજરાત

gujarat

ETV Bharat / city

વૈષ્ણવ જન તો તેને રે કહીએ: ગાંધીજી નિર્વાણ દિન નિમિતે પ્રાર્થના સભાનું આયોજન

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 74માં નિર્વાણ દિવસ (Gandhiji Nirvana Day 2022) નિમિત્તે સાબરમતી ખાતે આવેલા ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બાપુનું પ્રિય ભજન વૈષ્ણવ જનનું ગાન કરવામાં આવ્યું હતું.

વૈષ્ણવ જન તો તેને રે કોહીયે: ગાંધીજી નિર્વાણ દિન નિમિતે પ્રાર્થના સભાનું આયોજન
વૈષ્ણવ જન તો તેને રે કોહીયે: ગાંધીજી નિર્વાણ દિન નિમિતે પ્રાર્થના સભાનું આયોજન

By

Published : Jan 30, 2022, 3:57 PM IST

Updated : Jan 30, 2022, 6:08 PM IST

અમદાવાદ: ગાંધી આશ્રમ ખાતે 74માં નિર્વાણ (Gandhiji Nirvana Day 2022) દિવસ નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રાર્થના સભામાં બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલી (Tribute to Mahatma Gandhi)આપવામાં આવી હતી. સભામાં ગાંધીજીના વિચારો પર ચાલવા માટે આહવાન કરવામાં આવ્યું હતુ. બાપુનું સૌથી પ્રિય ભજન વૈષ્ણવ જન ગાઈને પ્રાર્થના સભાની શરૂઆત કરવામાં આવી હતી. સાથે જ આશ્રમની મુલાકાતે (Sabarmati ashram visit) આવેલા શાળાના બાળકોને ગાંધીજીના વિચારો વિશે વિસ્તૃત વાત કરવામાં આવી હતી.

વૈષ્ણવ જન તો તેને રે કોહીયે: ગાંધીજી નિર્વાણ દિન નિમિતે પ્રાર્થના સભાનું આયોજન

આ પણ વાંચો:Mahatma Gandhi Death Anniversary: મહાત્મા ગાંધીના આદર્શોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ: વડાપ્રધાન મોદી

બે ભાગમાં વહેંચાયેલા આશ્રમને એક કરવાનું આયોજન

આશ્રમની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે, તેનુ મકાન પણ બહુ જુનુ થયુ છે, આ મકાનમાં વલસાડી સાગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય લાકડાને બદલીને બીજા લાકડાનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આશ્રમની વચ્ચે મુખ્ય રોડ પસાર થઇ રહ્યો છે જેના કારણે વાહન વ્યવહાર પણ ભારે પ્રમાણમાં હોવાથી આશ્રમના બે ભાગ થઇ ગયા છે, જે આગામી આયોજનથી આ મુખ્ય રોડને ડાયવર્ડ કરીને આ આશ્રમના બે ભાગને એક કરવામાં આવશે. જેમાં ચન્દ્રભાગા નદી બાજુ ખાડા વળી જમીન સરખી કરવાનું આયોજન પણ કરવમાં આવ્યું છે. આશ્રમમાં રહેતા લોકોને ફરી યોગ્ય વ્યવસ્થા થાય તે પણ યોજના અમલમાં મુકવામાં આવશે.

આ પણ વાંચો:Mann ki baat માં PM મોદીએ કહ્યું- "જ્યાં કર્તવ્ય સર્વોપરી છે, ત્યાં ભ્રષ્ટાચાર ન હોઈ શકે"

Last Updated : Jan 30, 2022, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details