ગુજરાત

gujarat

હોસ્પિટલ્સની બહાર ઉભા રહેતા લોકો માટે VHP અને લાયન્સ ક્લબે પાણીની વ્યવસ્થા કરી

By

Published : May 7, 2021, 8:53 AM IST

રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને લાયન્સ કલબ દ્વારા અત્યાર સુધીમાં 3 લાખથી પણ વધુ જરૂરિયાતમંદ લોકોને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યકર્તાઓ હોસ્પિટલની બહાર ઉભા રહેતા લોકોને પાણીની સુવિધા પૂરી પાડે છે.

હોસ્પિટલ્સની બહાર ઉભા રહેતા લોકો માટે VHP અને લાયન્સ ક્લબે પાણીની વ્યવસ્થા કરી
હોસ્પિટલ્સની બહાર ઉભા રહેતા લોકો માટે VHP અને લાયન્સ ક્લબે પાણીની વ્યવસ્થા કરી

  • VHP અને લાયન્સ ક્લબ લોકોની મદદ કરવા આવ્યા આગળ
  • સંસ્થાના કાર્યકર્તાઓ હોસ્પિટલની બહાર લોકોને પાણી પહોંચાડે છે
  • અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોને પહોંચાડવામાં આવ્યું છે પાણી


અમદાવાદઃ કોરોનાની મહામારીમાં કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હોસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓની સાથે સાથે તેમના પરિવારના લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા જરૂરિયાતમંદ લોકોને વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃપાટણમાં યુવાનો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં સંતરાના જ્યુસનું વિતરણ

સંસ્થાના કાર્યકર્તાઓ હોસ્પિટલની બહાર લોકોને પાણી પહોંચાડે છે

અત્યાર સુધી 3 લાખથી વધુ લોકોને પાણી પહોંચાડાયું

વિશ્વ હિન્દુ પરિષદ અને લાયન્સ ક્લબ દ્વારા વિવિધ વિસ્તારોમાં સેવા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કાર્યકર્તાઓએ વિવિધ વિસ્તારોમાં 3 લાખથી વધુ પાણીની બોટલનું વિતરણ કર્યું છે.

આ પણ વાંચોઃપોરબંદરમાં કોવિડ હેલ્પલાઈન એસોસિએશન દ્વારા ટેલી મેડિસિન સેવા શરૂ કરાઈ

7થી 8 લોકોને પાણીની બોટલ પહોંચાડવાનો લક્ષ્યાંક

બંને સંસ્થાના કાર્યકર્તાઓ હોસ્પિટલોની બહાર ઉભા રહે છે. વર્તમાન સમયમાં દુકાનો પણ બંધ હોવાથી પાણી મળતું નથી. તેવામાં આ સંસ્થાના કાર્યકર્તાઓ હોસ્પિટલની બહાર લોકોને પાણી પહોંચાડી રહ્યા છે. આ સંસ્થાએ 7થી 8 લાખ પાણીની બોટલ વિતરણ કરવાનો લક્ષ્ય રાખ્યો છે.

ABOUT THE AUTHOR

...view details