- બેકારીએ યુવાનોને ગુનો આચરવા મજબૂર કર્યા
- બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું
- દેવું થઈ જતા તેના જ સંબધી પર ફાયરિંગ કર્યું
અમદાવાદ: શહેરમાં ફરી એક વાર વેપારીઓમાં ખંડણીખોરનો ખોફ ફેલાયો છે. ત્યારે ભલે મોટી ગેંગ એક્ટિવ ન હોય પણ કોરોનામાં આવેલી બેકારીએ લોકોને આવા ગુના આચરવા મજબૂર કર્યા છે. જેમાં થોડા દિવસ અગાઉ નારોલમાં મૂર્તિકારને ફોન કરી ખંડણી માગી ગબ્બર નામના શખ્શે ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં હવે નવા ખુલાસા થયા છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે (CRIME BRANCH) આરોપીઓની ધરપકડ કરતા ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. આરોપીને દેવું થઈ જતા તેના જ સંબંધી પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
નારોલમાં ખંડણી માંગી ફાયરિંગ કરવાનો મામલો
પોલીસ કસ્ટડીમાં રહેલા શખ્સો પર ખંડણી માંગી ફાયરિંગ (FIREING) કરવાનો આરોપ છે. જેમાં આરોપીઓના નામ છે. જગદીશ ઉર્ફે મોનું પ્રજાપતિ જે કેસનો મુખ્ય આરોપી છે. તેણી સાથેના સાગરિતો પ્રકાશ ઉર્ફે ટીંગુ અને સની ગોચર આ શખ્સોએ ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને ભેગા મળી ફાયરિંગને અંજામ આપ્યો. આ કેસમાં જગદીશે 10,000 આપીને મોબાઇલ ફોનથી ધમકી આપવાનું ષડયંત્ર રચ્યું હતું. જે ધમકી એક સગીર પાસે અપાવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મોબાઈલ મણીનગર પાસે આવેલી એક હોસ્પિટલના ઓટલા પરથી ફુલની લારી વાળાનો ચોરી કર્યો હોવાની કબુલાત આરોપીએ કરી છે. આ જ મોબાઈલ ફોનથી મૂર્તિકાર વેપારીને 5થી 10 લાખ આપવાની ધમકી ભર્યો કોલ કર્યો હતો.
અલગ-અલગ જગ્યા અને સ્થળો પરથી મોબાઈલ ફોનની ચોરી કરી