ગુજરાત

gujarat

પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર યુવાન કેવી રીતે બન્યો ધારાસભ્ય, જાણો જીજ્ઞેશ મેવાણીની સફર

By

Published : Sep 28, 2021, 7:09 PM IST

દિલ્હી ખાતે આજે મંગળવારે CPI નેતા કનૈયા કુમાર (Kanhaiya Kumar Join Congress ) કોંગ્રેસમાં જોડાયા આ સાથે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી (MLA Jignesh Mevani ) ટેકનિકલ કારણોને લઈને પાર્ટીમાં જોડાયા નથી, ત્યારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એક આંદોલનથી લઈને ધારાસભ્ય સુધીની સફર કેવી રીતે સર કરી તે અંગે જાણો ખાસ અહેવાલને ETV Bharat પર...

social and political journey of mla jignesh mewani
પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર યુવાન કેવી રીતે બન્યો ધારાસભ્ય

  • જીજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમાર આજે કોંગ્રેસમાં જોડાયા
  • 12 સાયન્સમાં નાપાસ થયા બાદ 3 અલગ અલગ ફિલ્ડમાં સફળ થયા
  • ઉના કાંડમાં ઉભર્યા બાદ 2017માં પ્રથમ વખત MLAની ચૂંટણીમાં જીત મેળવી

ન્યૂઝ ડેસ્ક :દિલ્હી ખાતે આજે મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા CPI નેતા કનૈયા કુમાર (Kanhaiya Kumar Join Congress ) પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી(MLA Jignesh Mevani) ટેકનિકલ કારણને કારણે પાર્ટીમાં જોડાયા નથી. ગુજરાત વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની સફળ કેવી રીતે રહી તે અંગે ખાસ અહેવાલ...

12 સાયન્સમાં થયા હતા નાપાસ

અમદાવાદમાં 1980 ડિસેમ્બર 11મીએ જિજ્ઞેશ મેવાણીનો જન્મ થયો હતો. તે 12 સાયન્સમાં નાપાસ થયા બાદ 3 અલગ અલગ ફિલ્ડમાં સફળ થયા છે. તેમણે 2003ની સાલમાં ઇંગ્લિશ લિટરેચર સાથે સ્નાતક થયેલા 2004માં જર્નાલિઝમમાં ડિપ્લોમા કરેલા જિજ્ઞેશ મેવાણીએ પત્રકારત્વના વ્યવસાયમાં ઝંપલાવ્યુ હતું. 7 વર્ષ જેટલા પત્રકારત્વમાં સમય આપ્યા બાદ જિજ્ઞેશ મેવાણીએ 2013માં LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, ત્યારબાદ ગરીબો, મજૂરો જેવા લોકોને ન્યાય અપાવવા માટે લોયર ડેશ એક્ટિવિસ્ટ તરીકે કોર્ટમાં પણ લોકોને ન્યાય અપાવવાની, લોકો માટે લડવાની પોતાની ઇચ્છા ચાલુ રાખી હતી.

મેવાણી ઉના આંદોલન બાદ યુવા આંદોલનકારી નેતા તરીકે ઉભર્યા

2016માં ઉનામાં દલિત પરિવાર પર કરવામાં આવેલા અમાનુષી અત્યાચાર સંદર્ભે જિજ્ઞેશ મેવાણી આંદોલનકારીના રૂપમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, આથી વર્ષો જૂનો દલિતો પર થતો અત્યાચાર ગુજરાત રાજ્યમાં ખાસ કરીને દલિત સમુદાયમાં ક્રાંતિના એક જુવાળ તરીકે જોવા મળ્યો હતો. જેનું નેતૃત્વ જિજ્ઞેશ મેવાણીએ કર્યુ અને ઉના આંદોલન બાદ દેશમાં એક યુવા આંદોલનકારી નેતા તરીકે ઉભરી આવ્યા હતા.

જિજ્ઞેશ મેવાણીનો અવાજ દિલ્હીથી કેરળ સુધી પહોચ્યો

જિજ્ઞેશ મેવાણી એક પત્રકાર અને વકીલ હોવા છતા આંદોલનકારી બની લોકોને અત્યાચાર સબંધે જાગૃત કરી તંત્રના દરવાજા કેમ ખટખટાવવા, ન્યાય કેમ મેળવવો, સંઘર્ષ કેમ કરવો તેનો નવો માર્ગ બન્વાયો છે. ઉના આંદોલન બાદ જિજ્ઞેશ મેવાણીનો અવાજ દિલ્હીથી કેરળ સુધી પહોચ્યો હતો. જિજ્ઞેશ મેવાણીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "પ્રેમ વગર ક્રાંતિ શક્ય નથી. સંવેદના વગર સેવા શક્ય નથી અને સંઘર્ષ વગર ન્યાય શક્ય નથી."

પ્રથમ વખતની ચૂંટણીમાં 20 હજારની લીડથી જીત મેળવી

2017માં લોક લાગણી, લોક ચાહના અને લોકોની સંમત્તિ સાથે સક્રિય રાજકારણમાં જિજ્ઞેશ મેવાણીએ ઝંપલાવ્યું હતું. જીવનની પ્રથમ ચૂંટણી, એ પણ પોતાના વિસ્તારથી દૂર એક અજાણ્યા મત વિસ્તારમાં જઇને ચૂંટણી લડી અને સતત 28 વર્ષના ભાજપના શાસનમાં અપક્ષ ઉમેદવાર તરીકે 20 હજારની લીડથી જીત મેળવી અને રોડ પરના સંઘર્ષનો અવાજ ગુજરાત વિધાનસભાના ગૃહમાં ગુંજતો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details