ગુજરાત

gujarat

Result of CA Intermediate 2022 : CA ઈન્ટરમીડીએટનું પરિણામ જાહેર, અમદાવાદની બે વિદ્યાર્થિનીએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં મેળવ્યું સ્થાન

By

Published : Feb 27, 2022, 7:58 AM IST

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની (Indian Institute Of Chartered Accountants) અમદાવાદ બ્રાન્ચ દ્વારા CA ઈન્ટરમીડિયેટનું પરિણામ (Result of CA Intermediate 2022) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના 2 વિદ્યાર્થિનીએ ઓલ ઈન્ડિયા ટોપ 50માં સ્થાન (Ahmedabad students in All India Top) મેળવ્યું છે.

Result of CA Intermediate 2022 : CA ઈન્ટરમીડીએટનું પરિણામ જાહેર, અમદાવાદની બે વિદ્યાર્થિનીએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં મેળવ્યું સ્થાન
Result of CA Intermediate 2022 : CA ઈન્ટરમીડીએટનું પરિણામ જાહેર, અમદાવાદની બે વિદ્યાર્થિનીએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં મેળવ્યું સ્થાન

અમદાવાદ:ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના (Indian Institute of Chartered Accountants) ચેરમેન હરિત ધારીવાલે જણાવ્યું હતું કે CA ઇન્ટરમીડિયેટનવા કોર્સમાં, અમદાવાદનું પરિણામ (Result of CA Intermediate 2022) 36.30 ટકા છે. જ્યારે ભારતનું પરિણામ 11.56 ટકા છે. CA ઇન્ટરમીડિયેટ નવા કોર્સમાં અમદાવાદનું પરિણામ 11.56 ટકા છે. તેમાં સિમર કૌર હુડાએ ઓલ ઈન્ડિયા રેન્કમાં 38 અને રિયા કુંજનકુમાર શાહએ ઓલ ઈન્ડિયા રેન્કમાં 42મો રેન્ક મેળવ્યો છે.

Result of CA Intermediate 2022 : CA ઈન્ટરમીડીએટનું પરિણામ જાહેર, અમદાવાદની બે વિદ્યાર્થિનીએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં મેળવ્યું સ્થાન

આ પણ વાંચો:સુરતના આયુષ ગર્ગે CA ઈન્ટરમીડીયેટમાં ઓલ ઇન્ડિયામાં 47 રેન્ક મેળવ્યો, સુરતમાં પ્રથમ ક્રમે

અમદાવાદના 2 વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો

અમદાવાદમાં પ્રથમ રેન્ક લાવનાર સીમર હુડાએ જણાવ્યું હતું કે. પ્લાન કરીને મહેનત કરો તો સફળતા મળે છે. ત્યારે કોરોનામાં ઓનલાઇન ક્લાસમાં કોઈક વાર તકલીફ પડતી હતી. બીજો રેન્ક લાવનાર રિયા શાહે જણાવ્યું હતું કે, મને ઓનલાઇન ક્લાસમાં સરળતા રહી મારે ટ્રાવેલિંગનો સમય બચી જતો હતો તેમાં હું સ્ટડી કરતી હતી. જ્યારે જે રીતે મહેનત કરી હતી તે પ્રમાણે પરિણામ મળ્યું છે.

આ પણ વાંચો:અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ ટોપ 50માં મેળવ્યું સ્થાન

બંને ગ્રુપમાં 898 માંથી 326 પાસ થયા

બંને ગ્રુપમાં 898 માંથી 326 પાસ થયા (36.30%), ગ્રુપ 1 માં 999 માંથી 143 પાસ થયા (14.31%) જ્યારે ગ્રુપ 2 માં 966 માંથી 99 પાસ થયા (10.25%) છે. જ્યારે ભારતમાં 31136 માંથી 3598 પાસ થયા બંને જૂથમાં (11.56%), જૂથ 1માં (21.78%) 79822 માંથી 17387 પાસ થયા જ્યારે જૂથ 2માં (11.81%) 62029 માંથી 7327 પાસ થયા છે.

ABOUT THE AUTHOR

...view details