- આ વર્ષે રથયાત્રા નીકળવી જોઈએ: લક્ષ્મણદાસ
- કોરોનાની ત્રીજી લહેર હજી દૂર
- ગયા વર્ષે રથયાત્રા ના નીકાળી છત્તા કોરોનાથી હજારોના મૃત્યુ થયા
અમદાવાદ: ગયા વર્ષે કોરોનાને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા (Rath Yatra 2021) નીકાળવા ઉપર હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ આપવામાં આવ્યો હતો. તે પૂર્વે ભગવાનના મોસાળ સરસપુરમાં આવેલા રણછોડરાય મંદિરના મહંત લક્ષ્મણ દાસજીએ રડતા-રડતા માધ્યમો સમક્ષ કહ્યું હતું કે, જો રથયાત્રા નહીં નીકળે તો તેઓ આપઘાત કરશે. પરંતુ ત્યારબાદ નેતાઓની સમજાવટથી તેઓ સમજી ચૂક્યા હતા.
કોરોનાથી સૌ કોઈ દુઃખી છે: લક્ષ્મણદાસ
લક્ષ્મણદાસજીએ આ વખતે રથયાત્રા નીકળવી જ જોઈએ, તેવું ભારપૂર્વક જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે પણ રથયાત્રા નહોતી નીકળી તેમ છતાં કોરોનાની બીજી લહેર આવી અને હજારો લોકો મૃત્યુ પામ્યા. તેનું તેમને અને સર્વે સંતોને સહિત સમગ્ર દેશને દુઃખ છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે રથયાત્રા નીકળવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. રથયાત્રા સાદાઈ પૂર્વક જરૂરથી નીકળવી જોઈએ. રથયાત્રાની કરવાથી ભક્તો પ્રસન્ન થાય છે. પ્રસન્નતા સ્વસ્થ રહેવાની ચાવી છે. જો ઉત્સવ ન હોય તો પ્રસન્નતા રહેતી નથી.