ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિરમગામમાં કર્યું મતદાન

વિરમગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાઇ રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા હાર્દિક પટેલ વૉટ આપી મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.

વિરમગામ
વિરમગામ

By

Published : Feb 28, 2021, 5:08 PM IST

Updated : Feb 28, 2021, 6:11 PM IST

  • સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું
  • બૂથ મથકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • વિરમગામ શહેરના 24,876 પુરુષ તેમજ 26,257 મહિલા કુલ મળી 51,133 મતદાતાઓ

અમદાવાદઃવિરમગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાઇ રહ્યુ છે. ત્યારે વિરમગામ પંથકમાં શહેરના 24,876 પુરુષ તેમજ 26,257 મહિલા કુલ મળી 51,133 મતદાતાઓ આજ ઉમેદવારના ભાવિ નક્કી કરશે. સવારે 10 : 15 વાગ્યે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા હાર્દિક પટેલ પોતાનો મત અધિકારનો વિરમગામ ખાતે નીલકી ફાટક પાસે ITI સ્કૂલ ખાતે પોતાનો વૉટ આપી મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.

વિરમગામ

લોકશાહીનો મહાપર્વ એટલે મતદાન

લોકશાહીનો મહાપર્વ એટલે મતદાન રાજ્યમાં 231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતની અને નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકો લોકશાહીના પર્વની ઉજવણી મહાપર્વ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે આજરોજ વિરમગામ ખાતે નીલકી ઓવરબ્રિજ પાસે આવેલા ITI સ્કૂલ ખાતે પોતાનો મત આપી લોકશાહી ઉજવણી કરી હતી. શહેરમાં પાલિકા ચૂંટણી મતદાન માટે 57 બૂથ ઉપરથી મતદાન માટે તૈયાર કરવામાં આવ્યા છે. મત મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બૂથ કેન્દ્રો પર ખાસ વીડિયોગ્રાફી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ સ્ટાફ, SRP, હોમગાર્ડ, GRD સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. વિરમગામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Last Updated : Feb 28, 2021, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details