- 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે જ્ઞાતીવાદનું રાજકારણ ?
- મુખ્યપ્રધાન પદ માટે પાટીદાર બાદ કોળી સમાજ પણ આવ્યો મેદાને
- રાજ્યની દરેક રાજકીય પાર્ટી જ્ઞાતિવાદના શરણે...?
અમદાવાદ: રાજ્યમાં વર્ષ 2022માં વિધાન સભાની ચુંટણી (Gujarat Assembly elections 2022) યોજાઈ રહી છે. ત્યારે મુખ્યપ્રધાન પદ (Gujrat CM) માટે રાજ્યમાં અનેક જ્ઞાતીઓ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન પોતાની જ જ્ઞાતીના હોય તેવી માંગ ઉઠી છે. તો અગાઉની વિધાનસભાની ચુંટણીમાં કઈ મુખ્યપ્રધાન પદ પર કઈ જ્ઞાતીના ઉમેદવાર મુખ્યપ્રધાન પદ પર ચુંટાશે તે જોવું રસપ્રદ રહેશે. 2022ની ચુંટણીમાં પણ જ્ઞાતીવાદના રાજકારણ (Political Casteism)નું ચલણ યથાવત યથાવત રહેશે...?
સોમનાથમાં મળી હતી કોળી સમાજની બેઠક
સોમનાથ( Somnath)ના પ્રાચીમાં કોળી સમાજની બેઠક મળી હતી. જેમાં એવો સૂર ઉઠ્યો હતો કે પાટીદાર કરતાં કોળી સમાજ મોટો છે. તેને જોતા 2022માં કોળી સમાજના ઉમેદવાર મુખ્યપ્રધાન હોવા જોઈએ. બીજી તરફ અંબાજીમાં ઠાકોર સમાજની બેઠક મળી હતી. અંબાજીમાં મળેલી બેઠકમાંં પણ મુખ્યપ્રધાન પદની માંગ કરવામાં આવી હતી. ગુજરાતમાં જ્ઞાતીવાદ રાજકારણનો પીછો છોડતું નથી. ચૂંટણી આવે ત્યારે દરેક પાર્ટીઓ કહેતી હોય છે કે, અમે જ્ઞાતીવાદી રાજકારણ (Political Casteism) નથી કરતાં પરંતુ સમાજમાંથી જ્ઞાતીવાદનું રાજકારણ નીકળતું નથી.
ખોડલધામ પાટીદારોના રાજકારણનું ગઢ
પાટીદાર નેતા નરેશ પટેલે ખોડલધામમાં કડવા અને લેઉઆ પટેલોની બેઠક બાદ મુખ્યપ્રધાન તો પાટીદાર જ હોવા જોઈએ તેવી માંગ કરી હતી. ત્યાર પછી ગુજરાતમાં જ્ઞાતીવાદનું ભૂત ધૂણ્યું છે. બીજી જ્ઞાતીના લોકોએ આ વાતને પકડી લીધી છે અને દરેક જ્ઞાતી અને સમાજની બેઠક મળે ત્યારે તેમાં આ ચર્ચા થાય છે કે, મુખ્યપ્રધાન તો અમારી જ્ઞાતીના જ હોવા જોઈએ. 15 ટકાની વસ્તી ધરાવતાં મુખ્યપ્રધાન પદની માંગ કરતાં હોય તો ગુજરાતમાં ઠાકોર અને OBCની 40 ટકાથી વધુ વસ્તી છે. આ જોતા 2022માં મુખ્યપ્રધાન તો ઠાકોર સમાજના જ હોવા જોઈએ. ઠાકોર સમાજના અગ્રણીઓએ એવું પણ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં ઠાકોર અને OBC મતદારો પરિણામમાં બદલાવ લાવશે.
45 બેઠકો પર કોળી સમાજનુંં પ્રભુત્વ
બીજી તરફ ગુજરાતમાં 45 બેઠકો એવી છે કે, જ્યાં કોળી સમાજનું પ્રભુત્વ છે. જો કોળી સમાજનો ઉમેદવાર ચૂંટણીમાં ઉભો રહે તો તે જીતી શકે છે. કોળી સમાજે ભાજપ પર આક્ષેપ પણ કર્યો હતો કે કોળી સમાજના ધારાસભ્યને નાના ખાતા આપીને સમજાવી લેવાય છે.
- ગુજરાતમાં અત્યાર સુધીના મુખ્યપ્રધાન અને તેનો કાર્યકાળ
પોતાની જ્ઞાતિના મુખ્યપ્રધાનની ચોતરફથી માગ ! શું કરશે ભાજપ ? - ગુજરાત રાજ્યના અત્યાર સુધીના 21 મુખ્યપ્રધાનોમાંથી 4 મુખ્યપ્રધાન પાટીદાર સમાજમાંથી, 4 મુખ્યપ્રધાનો બ્રહ્મસમાજના, 3 વણિક સમાજના, 2 ક્ષત્રિય સમાજના અને 1 આદિવાસી સમાજના નેતાએ મુખ્યપ્રધાન પદ સંભાળ્યુ હતુ. તો હવે 2022ની વિધાનસભાની ચુંટણીમાં પણ અલગ અલગ જ્ઞાતીમાંથી પોતાની જ્ઞાતીના ઉમેદવાર જ મુખ્યપ્રધાન બને તેવી માંગ ઉઠી છે. દરેક જ્ઞાતીના લોકો દ્વારા ઉઠેલી માંગથી જોવું રહ્યુ કે, મુખ્યપ્રધાન પદ માટે કઈ જ્ઞાતી મારશે બાજી...?
ગુજરાત રાજ્યના 4 મુખ્યપ્રધાનો હતા પાટીદાર સમાજના
ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતા વર્ષ 1960 થી 1961 સુધી મુખ્યપ્રધાન પર રહ્યા હતા. ત્યારથી હાલ મુખ્યપ્રધાન વિજય રુપાણી વર્ષ 2016થી પદભાર સંભાળી રહ્યા છે. આ વ્ચ્ચે રાજ્યના અત્યાર સુધીના કુલ 21 મુખ્યપ્રધાન થયા છે, રાજ્યના 21 મુખ્યપ્રધાનોમાંથી 4 મુખ્યપ્રધાન પાટીદાર થયા હતા. 2022 વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની બની રહેશે. કારણે કે, આ વખતની ચુંટણીમાં જ્ઞાતીવાદી સમીકરણ ઉમેરાયું છે. તેની સાથે આમ આદમી પાર્ટીનું પણ ગુજરાતમાં જોરશોરથી આગમન થયું છે. તો હવે જોવું એ રહ્યુ કે, 2022ની વિધાનસભાની ચુંટણીમાં જ્ઞાતિવાદ અને આમ આદમી પાર્ટીના આગમનથી રાજ્યમાં શું અસર થશે...?
ભાજપ પ્રદેશ કાર્યાલય પર મળશે કારોબારીની બેઠક
ભાજપ પ્રદેશ કાર્યાલય પર આજે મંગળવારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R.Patil) ની અધ્યક્ષતામાં કારોબારીને બેઠક મળશે. આ બેઠકમાં 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા થશે. પાટીલ ભાજપના નેતાઓ અને કાર્યકરોને સંદેશ આપી શકે છે કે, આપણી પાસે હજુ થોડો સમય છે, પ્રજા વચ્ચે જઈને સરકારે કરેલા કામોને વર્ણવો. હજુ પણ બાકી રહેલા કામો કરતા રહો. પ્રજા વચ્ચે રહેશો તો પ્રજા તમને મત આપશે.