ગુજરાત

gujarat

Cough Syrups: ભારતીય કપ સિરપને લઈને સરકારે લીધું મોટું પગલું, 1 જૂનથી નવા નિયમો લાગુ

By

Published : May 23, 2023, 3:33 PM IST

Etv BharatCough Syrups

ભારતીય કફ સિરપની ગુણવત્તા પર ઉદ્ભવતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે (કપ સિરપ ટેસ્ટિંગ ફરજિયાત). આ નવો નિયમ આ વર્ષે 1 જૂનથી લાગુ થશે. નવો નિયમ શું છે.

નવી દિલ્હીઃ ભારતીય કપ સિરપ પર વિદેશમાં ઉઠી રહેલા પ્રશ્નોને લઈને હવે સરકારે મોટું પગલું ભર્યું છે. જે અંતર્ગત દેશમાં બનતા કપ સિરપને વિદેશમાં એક્સપોર્ટ કરતા પહેલા સરકારી લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવશે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, વિદેશમાં નિકાસ કરાયેલ પ્રોડક્ટના સેમ્પલનું પરીક્ષણ કર્યા પછી જ કફ સિરપની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ નવી સિસ્ટમ 1 જૂનથી લાગુ કરવામાં આવશે. આ અંગે તમામ ફાર્માસ્યુટિકલ કંપનીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોત થયા હતા:તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં ભારતીય કપ સિપર્સ ની ગુણવત્તા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જેના બદલામાં હવે સરકારે આ પગલું ભર્યું છે. વાસ્તવમાં, ગયા વર્ષે, કથિત રીતે ભારતમાં બનેલા કપ સિરપ પીવાથી ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોત થયા હતા. ગામ્બિયામાં આ આંકડો 66 અને ઉઝબેકિસ્તાનમાં 18 હોવાનું કહેવાય છે. આ દેશોએ કથિત રીતે ભારતીય બનાવટના કફ સિરપ પર આક્ષેપ કર્યો હતો. જો કે આ કેસની તપાસમાં કંઈ સ્પષ્ટ થયું ન હતું.

સરકારી લેબમાં ટેસ્ટિંગની આવશ્યકતા:જો કે તે ઘટનામાંથી બોધપાઠ લઈને સરકારે લેબ ટેસ્ટિંગનું પગલું ભર્યું છે. જે અંતર્ગત સરકારી લેબોરેટરીમાં ફરજીયાત ટેસ્ટીંગ કર્યા બાદ હલકી ગુણવત્તાની દવાઓ અને કફ સિરપની ઓળખ કરવામાં આવશે. જો કોઈ ઉત્પાદન ટેસ્ટમાં કોઈપણ ગુણવત્તાને પૂર્ણ કરતું નથી, તો તેને વિદેશમાં મોકલી શકાતું નથી. તેમજ તેનું ઉત્પાદન પણ બંધ કરી શકાય છે. નોંધ કરો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ગયા વર્ષે ભારતમાં ચાર ખાંસી અને શરદીના સિરપ અંગે ચેતવણી જારી કરી હતી.

કપ સિરપનું પરીક્ષણ ક્યાં થશે?:એક અધિકારીએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે, ભારતમાંથી નિકાસ કરવામાં આવતી મેડિકલ પ્રોડક્ટ્સની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે નિકાસ પહેલા કફ સિરપની ગુણવત્તાની ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષણ ભારતીય ડ્રગ કોડ કમિશન, પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળાઓ અને NABL માન્યતા પ્રાપ્ત દવા પરીક્ષણ પ્રયોગશાળાઓમાં કરી શકાય છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2021-22માં ભારતમાંથી 17 અબજ ડોલરના કફ સિરપની નિકાસ કરવામાં આવી હતી, એટલે કે તેને વિદેશ મોકલવામાં આવી હતી. જે નાણાકીય વર્ષ 2022-23માં વધીને 17.6 બિલિયન ડોલર થઈ ગઈ હતી.

આ પણ વાંચો:

  1. RS 2000 NOTES EXCHANGED: આજથી બદલાશે રૂપિયા 2000ની નોટ, જાણો RBIની ગાઈડલાઈન
  2. Clean Note Policy : જાણો શું છે RBIની ક્લીન નોટ પોલિસી, જેનો ઉલ્લેખ શક્તિકાંતે કર્યો હતો

ABOUT THE AUTHOR

...view details