ગુજરાત

gujarat

Stock Market India શેરબજારમાં મંદી, સેન્સેક્સ 103 પોઈન્ટ ગગડ્યો

By

Published : Dec 28, 2022, 9:49 AM IST

સપ્તાહના ત્રીજા દિવસે (Stock Market India) ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 103.46 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 28.95 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Stock Market India શેરબજારમાં મંદી, સેન્સેક્સ 103 પોઈન્ટ ગગડ્યો
Stock Market India શેરબજારમાં મંદી, સેન્સેક્સ 103 પોઈન્ટ ગગડ્યો

અમદાવાદવૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે (Stock Market India) આજે (બુધવારે) ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.25 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 103.46 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 60,823.97ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 28.95 પોઈન્ટ (0.16 ટકા)ના કડાકા સાથે 18,103.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાંએસપી એપેરલ્સ (SP Apparels), હરીઓમ પાઈપ ઈન્ડસ્ટ્રીઝ (Hariom Pipe Industries), રેલ વિકાસ નિગમ (Rail Vikas Nigam), વેરિટાસ ઇન્ડિયા (Veritas India), ઈન્ડોસ્ટાર કેપિટલ ફાઈનાન્સ (Indostar Capital Finance).

આ પણ વાંચોGold Silver: સોનાના ભાવમાં કોઈ ફેરફાર નહીં, ચાંદીના ભાવમાં થયો થોડો વધારો

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 83 પોઈન્ટ ગગડ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.59 ટકાના ઘટાડા સાથે 26,290.96ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.01 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 1.24 ટકાના ઘટાડા સાથે 14,150.48ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. બીજી તરફ હેંગસેંગ 2.09 ટકાના વધારા સાથે 20,003.52ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. તો કોસ્પીમાં 2.23 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.09 ટકાના ઘટાડા સાથે 3,092.89ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details