ગુજરાત

gujarat

Stock Market India છેલ્લા દિવસે માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 159 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Dec 30, 2022, 11:22 AM IST

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 159.78 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 43.50 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે.

Stock Market India છેલ્લા દિવસે માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 159 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India છેલ્લા દિવસે માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 159 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદવૈશ્વિક શેરબજાર તરફથી (World Stock Market) સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 159.78 પોઈન્ટ (0.26 ટકા)ના વધારા સાથે 61,293.66ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 43.50 પોઈન્ટ (0.24 ટકા)ના ઉછાળા સાથે 18,234.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેઆઈશર મોટર્સ (Eicher Motors), પૂનાવાલા ફિનકોર્પ (Poonawala Fincorp), એલિન ઇલેક્ટ્રોનિક્સ (Elin Electronics), કેફિન ટેકનોલોજીઝ (KFin Technologies), વેલ્સ્પન ઇન્ડિયા (Welspun India), ન્યૂ દિલ્હી ટેલિવિઝન (New Delhi Television).

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 59 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.29 ટકાના વધારા સાથે 26,168.45ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.05 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. બીજી તરફ તાઈવાનનું બજાર 0.81 ટકાના વધારા સાથે 14,199.14ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો હેંગસેંગ 0.61 ટકાના વધારા સાથે 19,861.09ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 0.38 ટકાના વધારા સાથે 3,085.31ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details