ગુજરાત

gujarat

Share Market India: સેન્સેક્સ 460 પોઈન્ટ તૂટ્યો, છેલ્લા દિવસે રોકાણકારોની આશા પર ફર્યું પાણી

By

Published : Apr 29, 2022, 3:51 PM IST

Share Market India: સેન્સેક્સ 460 પોઈન્ટ તૂટ્યો, છેલ્લા દિવસે રોકાણકારોની આશા પર ફર્યું પાણી

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 460.19 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 142.50 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થતા રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 460.19 પોઈન્ટ (0.80 ટકા)ના ઘટાડા સાથે 57,060.87ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 142.50 પોઈન્ટ (0.83 ટકા) તૂટીને 17,102.55ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારમાં આજની સ્થિતિ

આ પણ વાંચો-એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે ટેસ્લાના કેટલા શેર વેચ્યા, જાણો ખરીદી પાછળની કહાણી...

નિષ્ણાતોના મતે-ટ્રેડબૂલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ (Asif Hirani, Director, Treadbulls Securities) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડૉલર ઈન્ડેક્સ 5 મહિનાની ઊંચી સપાટીએ છે અને FPIનું સતત વેચાણ બજારો પર દબાણ લાવી રહ્યું છે. લાંબા ગાળાના રોકાણકારો કે, જેઓ બજારમાં ટૂંકા ગાળાની પીડાને અવગણી શકે છે. તેઓ FPI વેચાણને કારણે દબાણમાં આવેલા ઉચ્ચ ગુણવત્તાવાળા બેન્કિંગ અને આઈટી શેરો ખરીદી શકે છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -એચડીએફસી લાઈફ (HDFC Life) 1.86 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) 1.64 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 1.19 ટકા, સન ફાર્મા (Sun Pharma) 0.93 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 0.81 ટકા.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -એક્સિસ બેન્ક (Axis Bank) -6.94 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) -4.05 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -3.76 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -3.46 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) -3.21 ટકા.

આ પણ વાંચો-IPO of LIC: 4 મેના રોજ ખુલશે LICનો IPO, ઓવર સબ્સ્ક્રાઇબની કોર્પોરેશનને આશા

LIC IPO:LICના IPO પછી IPO માર્કેટમાં (LIC IPO ) શાંતિ જોવા મળી શકે છે. તેનું કારણ એ છે કે, સ્ટોક માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યું છે. તેવામાં કંપનીઓ IPOનો પ્લાન કેટલાક સમય માટે ટાળવા માગે છે. જોકે, LICનો IPO 4 મેએ ખૂલી રહ્યો છે. જ્યારે 9 મેએ બંધ થશે. તો આ સપ્તાહમાં કેમ્પસ ઈક્વિટવવિયર અને રેઈન્બો મેડિકેરના IPO બંધ રહેશે.

ABOUT THE AUTHOR

...view details