ગુજરાત

gujarat

લોકસભાની ચૂંટણીનું 23 મેના દિવસે આવશે પરિણામ, કેવું રહેશે શેરબજાર?

By

Published : May 18, 2019, 7:56 PM IST

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના દિવસો બાકી છે. શુક્રવારે શેરબજારમાં એકાએક ઉછાળો આવ્યો હતો. હવે 23 મેના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે, ત્યારે માર્કેટમાં ઘણો ફેરફાર થવાની શક્યતા શેરબજારના નિષ્ણાતો જણાવી રહ્યા છે.

નિતીન પાઠકની ETV BHARAT સાથે ખાસ વાતચીત

અમદાવાદમાં CA તરીકે કામ કરતા નિતીન પાઠકે ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, માર્કેટ છેલ્લા દિવસોથી ઘણુ સારૂ ચાલી રહ્યું છે. માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ ચૂંટણીના પરિણામ બાદ વધુ અસર માર્કેટ પર જોવા મળશે. પાઠકના જણાવ્યા અનુસાર, જો 23 મેના રોજ પરિણામમાં ભાજપ તરફી રહેશે, તો માર્કેટમાં વધુ ઉછાળો જોવા મળશે. કોંગ્રેસ તરફી પરિણામ આવશે, તો માર્કેટમાં થોડો ઘણો ફેરફાર થશે. પરંતુ જો દ્રીપક્ષીય અથવા તો વધારે પક્ષોથી રચિત સરકાર બનશે. દેશનું સ્ટોક માર્કેટ થોડા સમય પૂરતું નીચું રહેવાની પણ સંભાવના દર્શાવી છે. ડિસેમ્બર બાદ ફરીથી દેશનું શેર બજાર માર્કેટ મજબુત બની જશે.

નિતીન પાઠકની ETV BHARAT સાથે ખાસ વાતચીત
નિતીન પાઠકે વધુમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં ફક્ત 3 દેશોની બોલબાલા છે, જે USA, ચાઇના અને ભારત છે. પરંતુ હવે USAની વર્તમાન પરિસ્થિતી ખરાબ છે, ત્યાં આર્થિક કટોકટીના એંધાણ છે. જ્યારે ચાઇના વિશ્વના પ્રથમ સ્થાને છે. પરંતુ મોટાભાગના નાગરિકોની ઉંમર વધુ છે. જ્યારે ભારત દેશમાં સૌથી વધુ યુવા વર્ગ છે અને વિશ્વની નજર ભારત તરફ છે. આમ આવનારા વર્ષોમાં ભારતનું ભવિષ્ય ઉજળું છે.
R_GJ_AHD_14_18_MAY_2019_SHARE_BAJAR_ELECTION_VIDEO_STORY_PARTH_JANI_GANDHINAGAR

કેટેગરી-હેડલાઈન,ટોપ બિઝનેસ ન્યૂઝ,બિઝનેસ

નોંધ-

R_GJ_AHD_14_18_MAY_2019_SHARE_BAZAR_BITE_PARTH_JANI_GANDHINAGAR નામથી એફટીપી કરેલ છે.


હેડિંગ- ચૂટણી પરિણામ પહેલા શેરબજારમાં રોકાણ કરવાની તક,જો અન્ય સરકાર આવશે શેરબજાર જશે નીચુ

અમદાવાદ- લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીનાદિવસો બાકી છે. શુક્રવારે શેરબજારમાં એકાએક ઉછાળો આવ્યો હતો. હવે23મેના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે ત્યારે માર્કેટમાં ઘણો ફેરફાર થવાની શક્યતા શેરબજારના નિષ્ણાતો બતાવી રહ્યા છે.

અમદાવાદમાં સીએ તરીકે કામ કરતા નિતીન પાઠકેETV BHARATસાથે વાત કરતાંજણાવ્યું હતું કે માર્કેટ છેલ્લા દિવસોથી ઘણુ સારૂ ચાલી રહ્યુ છે. માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છેપરંતુ ચૂંટણીના પરિણામ બાદ વધુ અસર માર્કેટ પર જોવા મળશે. પાઠકના જણાવ્યા અનુસાર જો23મેના રોજ પરિણામમાં ભાજપ તરફી રહેશે તો માર્કેટમાં વધુ ઉછાળો જોવા મળશે. કોંગ્રેસ તરફી પરિણામ આવશે તો માર્કેટમાં થોડો ઘણો ફેરફાર થશે. પરંતુ જો દ્રીપક્ષીય અથવા તો વધારે પક્ષોથી રચિત સરકાર બનશે તો દેશનું સ્ટોક માર્કેટ થોડા સમય પુરતુ નીચુ રહેવાની પણ સંભાવના દર્શાવી છે. ડિસેમ્બર બાદ ફરીથી દેશનુ શેર બજાર માર્કેટ મજબુત બની જશે.

નિતીન પાઠકે વધુમાં જણાવ્યુ હતુ કે વર્તમાન સમયમાં ફક્ત ત્રણ દેશોની બોલબાલ છે. જેમાં યુએસએ,ચાઇના અને ભારત. પરંતુ હવે યુએસએની વર્તમાન પરિસ્થિતી ખરાબ છે, ત્યા આર્થિક કટોકટીના એંધાણ છે. જ્યારે ચાઇના વિશ્વના પ્રથમ સ્થાને છે. પરંતુ મોટાભાગના નાગરિકોની ઉંમર વધુ છે. જ્યારે ભારત દેશમાં સૌથી વધુ યુવા વર્ગ છે અને વિશ્વની નજર ભારત તરફ છે,આમ આવનાર વર્ષોમાં ભારતનુ ભવિષ્ય ઉજળુ છે

ABOUT THE AUTHOR

...view details