- દેશમાં આજે સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલની (Petrol-diesel prices) કિંમતમાં વધારો નથી થયો
- 4 મે અને 17 જુલાઈ વચ્ચે દરેક બીજા કે ત્રીજા દિવસે પેટ્રોલ 11 રૂપિયા પ્રતિ લિટરથી વધુ મોંઘું થયું છે
- 18 દિવસ પહેલા 17 જુલાઈએ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું
ન્યૂઝ ડેસ્કઃ દેશભરમાં અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 100ને પાર પહોંચી છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે, આજે (4 ઓગસ્ટે) સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol-diesel prices) કોઈ વધારો નથી થયો. 18 દિવસ પહેલા 17 જુલાઈએ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. મધ્ય જુલાઈથી જોવા મળતી સ્થિરતા પહેલા 4 મે અને 17 જુલાઈની વચ્ચે દરેક બીજા કે ત્રીજા દિવસે પેટ્રોલ વધારા સાથે 11 રૂપિયા પ્રતિ લિટરથી પણ વધુ મોંઘું થયું છે. જ્યારે ડીઝલ પણ 10 રૂપિયા પ્રતિ લિટરથી વધુ મોંઘું થયું છે. તો રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત લગભગ 102 રૂપિયા પાસે છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 107ને પાર પહોંચ્યું છે. દેશના કેટલાક જિલ્લામાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લિટર પહોંચી છે.
આ પણ વાંચો-Share Market: શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 357 પોઈન્ટનો ઉછાળો
વૈશ્વિક વાયદા બજાર (Global futures market)માં બ્રેન્ટ ક્રુડનો ભાવ 0.80 ટકા વધ્યો
કાચા તેલ પર નજર કરીએ તો બ્રેન્ટ ક્રુડ (Brent Crude)ની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લે કારોબારી સત્રમાં વૈશ્વિક વાયદા બજાર (Global futures market)માં બ્રેન્ટ ક્રુડ (Brent Crude)નો ભાવ 0.80 ટકા વધીને 73,47 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો-LPG Gas Cylinder Price: 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો