ગુજરાત

gujarat

આજે લાલ નિશાન પર બંધ થયું Share Market, સેન્સેક્સ 77 પોઈન્ટ ગગડ્યો

By

Published : Sep 22, 2021, 5:11 PM IST

આજે લાલ નિશાન પર બંધ થયું Share Market, સેન્સેક્સ 77 પોઈન્ટ ગગડ્યો
આજે લાલ નિશાન પર બંધ થયું Share Market, સેન્સેક્સ 77 પોઈન્ટ ગગડ્યો ()

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Share Market) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 77.94 પોઈન્ટ (0.13 ટકા)ના ઘટાડા સાથે 58,927.33ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 15.35 પોઈન્ટ (0.09 ટકા)ના ઘટાડા સાથે 17,546.65ના સ્તર પર બંધ થયો છે.

  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Share Market) લાલ નિશાન પર બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 77.94 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 15.35 પોઈન્ટનો ઘટાડો થયો
  • આજે દિવસભર નાના શેર્સમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Share Market) લાલ નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 77.94 પોઈન્ટ (0.13 ટકા)ના ઘટાડા સાથે 58,927.33ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 15.35 પોઈન્ટ (0.09 ટકા)ના ઘટાડા સાથે 17,546.65ના સ્તર પર બંધ થયો છે. તો આજે દિવસભર નાના શેર્સમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો-કોર્પોરેટ વર્લ્ડમાં ધમાકોઃ ઝી એન્ટરટેઇનમેન્ટ અને સોની ઇન્ડિયાના મર્જરની જાહેરાત

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, કોલ ઈન્ડિયા (Coal India) 3.68 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 3.51 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 2.73 ટકા, હિન્દલ્કો (Hindalco) 2.67 ટકા, એમ એન્ડ એમ (M & M) 1.86 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, નેસલે (Nestle) -1.47 ટકા, એચડીએફસી (HDFC) -1.35 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.17 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -1.02 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -0.99 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-કાચા તેલની કિંમતમાં ઉછાળો આવ્યો, આજે સતત 17મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર

DICGCએ 21 બેન્કના ગ્રાહકોને આપી મોટી રાહત, 90 દિવસની 5 લાખ રૂપિયા અંદર મળશે

ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશને (DICGC) સંકટમાં ફસાયેલી 21 બેન્કના ગ્રાહકોને મોટી રાહત આપી છે. DICGCએ કહ્યું હતું કે, તેઓ RBIના ઓલ-ઈન્ક્લ્યુઝિવ ડાયરેક્શન (AID) લિસ્ટમાં નાખવામાં આવેલી 21 બેન્કના ગ્રાહકોને 90 દિવસની અંદર તેમની બેન્કમાં જમા રકમ (મહત્તમ 5 લાખ રૂપિયા સુધી) મળી જશે. આ સાથે જ DICGCએ 21 બેન્કની યાદી જાહેર કરી છે. આ બેન્કમાં મુંબઈની PMC બેન્ક પણ શામેલ છે, જેને RBIએ AID યાદીમાં નાખી દીધી છે. AID યાદીમાં સામેલ બેન્કોના કામકાજ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. તે અંતર્ગત હજારો ગ્રાહકોને જમા રકમ આ બેન્કોમાં ફસાયેલા છે, જેને તેઓ કાઢી નથી શકતા.

ABOUT THE AUTHOR

...view details