- દેવ્યાની ઈન્ટરનેશનલનો IPO 6 ઓગસ્ટે બંધ
- લઘુત્તમ બિડ 165 શેરની છે
- પ્રાઈઝ બેન્ડ 86-90 રૂપિયાની રહેશે
અમદાવાદ: દેવ્યાની ઈન્ટરનેશનલ લિમિટેડ ( Devyani International Limited )ના ઇક્વિટી શેરનો IPO 4 ઓગસ્ટ, 2021ને બુધવારે ખુલશે. બિડ/ઓફર 6 ઓગસ્ટ, 2021ને શુક્રવારે બંધ થશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂપિયા 86થી 90 નક્કી કરવામાં આવી છે.
રૂપિયા 4400 મિલિયનનો ઈશ્યૂ
IPOમાં કંપનીના રૂપિયા 4,400 મિલિયનના ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો ડ્યુનીયર્ન ઇન્વેસ્ટમેન્ટ (મોરેશિયસ) પ્રાઇવેટ લિમિટેડ અને પ્રમોટર વિક્રેતા શેરધારક આરજે કોર્પ લિમિટેડ દ્વારા 15,53,33,330 ઇક્વિટી શેરના વેચાણની ઓફર શામેલ હશે. ઓફરમાં કંપનીના લાયકાત ધરાવતા કર્મચારીઓ દ્વારા સબસ્ક્રિપ્શન માટે 5,50,000 ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન સિવાયની ઓફર “નેટ ઓફર” છે. આ IPOમાં લઘુત્તમ બિડ 165 ઈક્વિટી શેરની રહેશે અને તે પછી તેના ગુણાંકમાં અરજી કરી શકાશે.
આ પણ વાંચો:Explained : સ્ટોક એક્સચેન્જમાં પ્રથમ દિવસે જ ધૂમ મચાવનાર ઝોમેટોના રોકાણકારોનું કેવું રહેશે ભવિષ્ય ?