તિરુવનંતપુરમ:વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે (External Affairs Minister S Jaishankar) ભારત-ચીન સરહદ વિવાદ પર કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા LAC પર યથાસ્થિતિને બદલવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસને સહન કરવામાં આવશે નહીં. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, વર્તમાન સમસ્યા 1962માં ચીન દ્વારા વ્યૂહાત્મક વિસ્તારો પર કબજો જમાવવાનું પરિણામ છે.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજીનામાની સત્તાવાર જાહેરાત પહેલા દેશ છોડીને પહોંચ્યા માલદીવ
સરહદી મુદ્દાને ઉકેલવાના પ્રયાસો ચાલુ:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વીટના (Rahul Gandhi tweet) સંબંધમાં અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર વિદેશ પ્રધાનની પ્રતિક્રિયા આવી છે.ગાંધીએ ટ્વિટમાં દાવો કર્યો હતો કે, ભારતીય ક્ષેત્રમાં "ચીની ઘૂસણખોરી વધી રહી છે". જયશંકરે કહ્યું, છેલ્લા બે વર્ષમાં જે કંઈ થયું છે, અમે એ બઘુ સુનિશ્ચિત કરવામાં ખૂબ જ સ્પષ્ટ છીએ અને સક્ષમ છીએ કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર એકપક્ષીય રીતે યથાસ્થિતિને બદલવાના કોઈપણ પ્રયાસને અમારા દ્વારા સહન કરવામાં આવશે નહીં. બંને દેશોના સૈન્ય કમાન્ડરો અને રાજદ્વારીઓ સાથે વાતચીત દ્વારા સરહદી મુદ્દાને ઉકેલવાના પ્રયાસો ચાલુ છે. જયશંકરે કહ્યું કે, પૂર્વીય પાડોશી સાથે સરહદનો મુદ્દો મુખ્યત્વે કોંગ્રેસના શાસન દરમિયાન 1962 માં ચીન દ્વારા લદ્દાખ સહિત ભારતના મોટા ભાગ પર કબજો કરવાને કારણે છે. ગાંધી પર પ્રહાર કરતા જયશંકરે કહ્યું, મને તેમના ટ્વીટમાં કંઈ નવું મળ્યું નથી, કારણ કે તમે બધા જાણો છો કે, સરહદ પર અમારી સમસ્યાનો મોટો હિસ્સો એટલે છે કારણ કે, 1962માં ચીનીઓએ આવીને લદ્દાખ સહિત મોટા વિસ્તાર પર કબજો કરી લીધો હતો.
મને ખરેખર ખબર નથી કે ભ્રમ શું છે:તેમણે કહ્યું, કે આમાંના ઘણા વ્યૂહાત્મક ક્ષેત્રો છે, જે આપણા સરહદી દળો માટે સ્પષ્ટપણે પડકારો ઉભા કરે છે. પ્રધાને કહ્યું કે, હાલમાં બંને પક્ષો વચ્ચે સૈન્ય કમાન્ડરો અને રાજદ્વારીઓ દ્વારા વાતચીત ચાલી રહી છે. "આ ચર્ચા અથડામણના બિંદુઓથી સંબંધિત છે. જ્યાં અમે એકબીજા સાથે ખૂબ નજીકથી સ્થિત છીએ અને ધ્યાન એ જોવાનું છે કે આ અથડામણના બિંદુઓથી પીછેહઠ કરવી શક્ય છે કે કેમ? જયશંકરે કહ્યું, “ગયા વર્ષે પાછા હટવાની પ્રક્રિયા સંતોષકારક હતી. હજુ પણ કેટલાક મુદ્દા છે... ચર્ચા ચાલી રહી છે. બાલીમાં G20 વિદેશ પ્રધાનોની બેઠકમાં જ્યારે હું તેમને મળ્યો ત્યારે મેં પોતે આ મુદ્દો ચીની વિદેશ પ્રધાન સાથે ઉઠાવ્યો હતો. "તેથી, મને લાગે છે કે અમે તેના વિશે ખૂબ જ સ્પષ્ટ અને ખૂબ જ ખુલ્લા છીએ. તેથી મને ખરેખર ખબર નથી કે ભ્રમ શું છે.'