ગુજરાત

gujarat

યુગાન્ડાના વ્યક્તિએ 79 કેપ્સ્યુલ ગળી, સાત કરોડનું હેરોઈન ઝડપાયું

By

Published : Feb 24, 2022, 6:03 PM IST

વિદેશી નાગરિક બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ (heroin seized in Bengaluru) એરપોર્ટ પરથી પકડાયો હતો. તેણે લગભગ 79 કેપ્સ્યુલ ગળી (UGANDAN SWALLOWS HEROIN CAPSULE) હતી, જેમાં હેરોઈન ભરેલું હતું, હેરોઈનની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

બેંગલુરુમાં 7 કરોડનું હેરોઈન ઝડપાયું, યુગાન્ડાના વ્યક્તિએ 79 કેપ્સ્યુલ ગળી
બેંગલુરુમાં 7 કરોડનું હેરોઈન ઝડપાયું, યુગાન્ડાના વ્યક્તિએ 79 કેપ્સ્યુલ ગળી

બેંગલુરુ:રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટની ટીમ (Directorate of Revenue Intelligence) દ્વારા યુગાન્ડાના એક નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. તેના શરીરમાંથી 79 કેપ્સ્યુલ્સમાં (UGANDAN SWALLOWS HEROIN CAPSULE) લગભગ એક કિલો હેરોઈન મળી (heroin seized in Bengaluru) આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો:Angadia firm Robbery in Ahmedabad: શાહીબાગમાં આંગડિયા પેઢીને લૂંટવાનો પ્લાન નિષ્ફળ, UPના મૌલાનાનું ષડયંત્ર આવ્યું સામે

બુધવારે સાંજે શારજાહ થઈને બેંગલુરુ પહોંચ્યો

32 વર્ષીય યુવાન યુગાન્ડાના એન્ટેબેથી ચડ્યો હતો, તે બુધવારે સાંજે શારજાહ થઈને બેંગલુરુ પહોંચ્યો હતો. તે બિઝનેસ વિઝા પર ભારત આવ્યો હતો. જેવો તે બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યો કે તરત જ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે તેને પકડી લીધો, તેણે 79 કેપ્સ્યુલમાં 1 કિલો જેટલું હેરોઈન ગળી લીધું હતું.

આ પણ વાંચો:Planned Murder of Grishma : ગ્રીષ્માના હત્યારા ફેનિલે AK47 ખરીદવા વેબસાઇટ કરી સર્ચ, બીજું આવું પણ શોધ્યું

હેરોઈનને પેટમાં છુપાવીને દાણચોરી કરવાનો પ્રયાસ

શહેરમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો હતો, જ્યારે હેરોઈનને પેટમાં (heroin capsules) છુપાવીને દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપી સામે હવે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details