ગુજરાત

gujarat

Tamil Nadu: તમિલનાડુના કીલવેઠીમાં મંદિરના મેળામાં ક્રેન તૂટી પડતાં 4નાં મોત

By

Published : Jan 23, 2023, 7:04 PM IST

4 people died after a crane collapsed during a temple festival
4 people died after a crane collapsed during a temple festival ()

તમિલનાડુમાં 'માયલેરુ' ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પાડવાની દુર્ઘટના બનવા પામી હતી. ભક્તો 'માયલેરુ' ઉત્સવ દરમિયાન મૂર્તિને હાર પહેરાવવા માટે ક્રેન પર લટકીને તેમની મનોકામના પૂર્ણ કરવા ધાર્મિક વિધિ કરી રહ્યા હતા. રવિવારે કીલવેઠી ગામમાં દ્રૌપદી અમ્માન અને મોંડી અમ્માનના પ્રાચીન મંદિરોમાં પોંગલ પછી 8માં દિવસે મેળો યોજાયો હતો.

તમિલનાડુના કીલવેઠીમાં મંદિરના મેળામાં ક્રેન તૂટી પડતાં 4નાં મોત

રાનીપેટ (તામિલનાડુ):તમિલનાડુના અરક્કોનમમાં કીલવેથી ખાતે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાં હતાં અને અન્ય નવ લોકો ઘાયલ થયાં હતાં. ક્રેનનો ઉપયોગ કરવાની પરવાનગી ન હોવાથી પોલીસે તેના ઓપરેટરને કસ્ટડીમાં લીધો છે. રાનીપેટ જિલ્લા કલેક્ટર ભાસ્કરા પાંડિયને જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે.

'માયલેરુ' ઉત્સવ દરમિયાન બની દુર્ઘટના:કીલવેઠી ગામમાં દ્રૌપદી અમ્માન અને મોંડી અમ્માનના પ્રાચીન મંદિરોમાં પોંગલ પછીના 8મા દિવસે આયોજિત 'માયલેરુ' ઉત્સવ દરમિયાન આ દુર્ઘટના બની હતી. સ્થાનિક ભક્તો દ્વારા વાર્ષિક ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યારે ભક્તો તેમની પીઠ પર ભાલા વીંધીને અને દેવીને માળા અર્પણ કરવા માટે ક્રેનમાં લટકીને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ ધાર્મિક વિધિઓ કરી રહ્યા હતા ત્યારે ક્રેન તૂટી પડી હતી.

આ પણ વાંચોSiwan Hooch Tragedy: સિવાનમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોત, 16 ઈસમોની ધરપકડ

4 લોકોના થયા મોત:રાત્રે લગભગ 8.30 વાગ્યાના સુમારે ભારે ભીડની હાજરીમાં ઉજવણી પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે અચાનક ક્રેન નીચે આવી અને જમીન પર ઉભેલા લોકોને કચડી નાખ્યા. ભુબલન (40), જ્યોતિબાબુ (16) અને મુથુકુમાર (39) નામના ત્રણ લોકોનું રવિવારે જ મૃત્યુ થયું હતું. અન્ય એક ભક્ત ચિન્નાસ્વામી (85)નું તિરુવલ્લુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોKannada Actor Lakshman Passed Away : પ્રખ્યાત કન્નડ અભિનેતા લક્ષ્મણનું 74 વર્ષની વયે નિધન

વીડિયો વાયરલ:ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની ઓળખ સૂર્ય (22), ગજેન્દ્રન (25), હેમંત કુમાર (16), અરુણકુમાર (25), કથીરાવન (23) અને અરુણાચલમ (45) તરીકે થઈ છે. તેઓ ચેન્નાઈની જિલ્લા સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોના સઘન સંભાળ એકમમાં સારવાર લઈ રહ્યા છે. નેમીલી પોલીસ અને રેવન્યુ અધિકારીઓ આ દુ:ખદ અકસ્માતની તપાસ કરી રહ્યા છે. અને આ અકસ્માતને લગતો એક વીડિયો વાયરલ થયો છે.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details