ન્યૂયોર્ક(અમેરીકા): સલમાન રશ્દીના સાહિત્યિક એજન્ટે જણાવ્યું હતું કે, "ઓગસ્ટમાં પશ્ચિમ ન્યૂયોર્કમાં એક (Salman Rushdie )સાહિત્યિક કાર્યક્રમમાં સ્ટેજ પર રહેલા એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલાહુમલામાંથી સ્વસ્થ થયા બાદ લેખકે એક આંખ ગુમાવી દીધી હતી. તે હવે પોતાના એક હાથથી કોઈ કામ કરવા સક્ષમ નથી." સાહિત્યિક એજન્ટ એન્ડ્રુ વિલીએ શનિવારે પ્રકાશિત થયેલા એક લેખમાં સ્પેનિશ ભાષાના અખબાર અલ પેસને જણાવ્યું હતું કે, "હુમલામાં રશ્દીને ગરદનના ત્રણ ગંભીર ઘા અને છાતી અને ધડમાં 15 ઘા થયા હતા. તેણે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી અને એક હાથ અક્ષમ થઈ ગયો."
સ્વતંત્ર રીતે પ્રવાસ:1989માં, મુંબઈમાં જન્મેલા રશ્દીની નવલકથા ધ સેટેનિક વર્સીસના પ્રકાશન પછી ઈરાનના આયાતુલ્લા ખમેનીએ 75 વર્ષીય રશ્દી વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. આ કારણે રશ્દીએ ઘણા વર્ષો છુપી રીતે વિતાવ્યા હતા. જોકે છેલ્લા બે દાયકામાં તેમણે સ્વતંત્ર રીતે પ્રવાસ કર્યો હતો. ન્યુ જર્સીના ફેયરવ્યુમાં હુમલાનો આરોપી હાદી મેટર જેલમાં બંધ છે. હુમલા પછી, રશ્દીની પેન્સિલવેનિયાની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી જ્યાં તેમને થોડા સમય માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.