ગુજરાત

gujarat

Budget 2023 થી પગારદાર વર્ગને છે આ 5 અપેક્ષાઓ, income tax ની મર્યાદા વધશે?

By

Published : Jan 23, 2023, 1:44 PM IST

salaried-professionals-know-the-details-tutd
salaried-professionals-know-the-details-tutd ()

પગારદાર વર્ગના કરદાતાઓને બજેટ 2023થી ઘણી આશા છે. તેમને આશા છે કે સરકાર આવકવેરાની મર્યાદા વધારશે. ઉપરાંત બજેટ 2023 થી બીજા પણ ઘણા ફેરફાર થશે તેવી અપેક્ષા છે. 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થશે.

અમદાવાદ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. પગારદાર વર્ગના કરદાતાઓને આ બજેટથી આવકવેરામાં રાહતની અપેક્ષા છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 2022માં ફાઈલ કરવામાં આવેલા ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)ના લગભગ 50 ટકા પગારદાર વર્ગ દ્વારા ફાઈલ કરવામાં આવ્યા હતા. તેથી જ આવા કરદાતાઓને આશા છે કે સરકાર બજેટ 2023માં તેમના માટે કેટલીક ખાસ જાહેરાત કરશે. તાજેતરમાં નાણામંત્રીએ કહ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગની સમસ્યા સમજે છે અને સરકાર તેમના હિતમાં આગળના પગલાં પણ લેશે.

કર મર્યાદામાં વધારો: વધતી જતી મોંઘવારીને કારણે જીવનનિર્વાહના ખર્ચમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, કરદાતાઓ નવી કર પ્રણાલી હેઠળ આવક મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 5 લાખની અપેક્ષા રાખી રહ્યા છે. 2.5 થી 5 લાખ સુધીના પગાર પર 5% ટેક્સ અને 5 થી 7.5 લાખ સુધીના પગાર પર 20% ટેક્સ ચૂકવવો પડશે.

80C હેઠળ મુક્તિ મર્યાદા:કરદાતાઓને આવકવેરાની કલમ 80C હેઠળ દર વર્ષે રોકાણ પર 1.5 લાખની કપાત મળે છે. કરદાતાઓ આ મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. જો સરકાર બજેટમાં આ અંગે નિર્ણય લેશે તો કરદાતાઓને મોટી રાહત મળશે. PPF, ELSS, NSC, NPS, Bank FD જેવા બચત વિકલ્પો આ હેઠળ આવે છે.

માનક કપાત: આવકવેરાની કલમ 16(ia) હેઠળ પગારદાર વર્ગને દર વર્ષે 50,000ની પ્રમાણભૂત કપાત મર્યાદા હેઠળ મુક્તિ આપવામાં આવે છે. પગારદાર વર્ગ પણ આમાં વધારાની અપેક્ષા રાખી રહ્યો છે. તેમને આશા છે કે સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરી શકે છે.

આ પણ વાંચોPM Modi meeting before budget session: PM મોદી બજેટ સત્ર પહેલા પ્રધાન પરિષદની બેઠક કરશે

રિટાયરમેન્ટ યોજનામાં રોકાણ:નોકરીયાત લોકો અપેક્ષા રાખે છે કે સરકાર નિવૃત્તિ યોજનાઓમાં રોકાણ કરવા માટે કર મુક્તિ મર્યાદા વધારશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આવકવેરાની કલમ 80CCD (1B) હેઠળ મુક્તિ મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરી શકે છે.

આ પણ વાંચોDGP કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું, જૂના ફોજદારી કાયદા નાબૂદ કરવા જોઈએ

આરોગ્ય વીમાનો દાવો: કલમ 80D હેઠળ આરોગ્ય વીમાનો દાવો કરવાની વર્તમાન મર્યાદા 25,000 છે. આશા છે કે આ બજેટમાં સરકાર તેને વધારીને 50,000 રૂપિયા કરશે. આ સિવાય વૃદ્ધો માટે છૂટની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details