ગુજરાત

gujarat

રાષ્ટ્રપતિ કોવિંદ દ્રાસમાં સૈનિકો સાથે દશેરાની કરશે ઉજવણી

By

Published : Oct 14, 2021, 9:07 AM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) લદાકના દ્રાસમાં સૈનિકો સાથે દશેરા (Dussehra 2021) ની ઉજવણી કરશે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દશેરાની ઉજવણી કરતા હોય છે. તેઓ 14 ઓક્ટોબરથી બે દિવસના પ્રવાસ પર લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ કોવિંદ દ્રાસમાં સૈનિકો સાથે દશેરાની કરશે ઉજવણી
રાષ્ટ્રપતિ કોવિંદ દ્રાસમાં સૈનિકો સાથે દશેરાની કરશે ઉજવણી

  • રાષ્ટ્રપતિ બે દિવસીય લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાતે
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લદ્દાખમાં દશેરાની ઉજવણી કરશે
  • સામાન્ય રીતે રાષ્ટ્રપતિ દિલ્હીમાં દશેરાની ઉજવણી કરે છે

નવી દિલ્હી :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) આ વર્ષે લદ્દાખના દ્રાસ વિસ્તારમાં સૈનિકો સાથે દશેરા (Dussehra 2021) ની ઉજવણી કરશે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દશેરાની ઉજવણી કરતા હોય છે.

રાષ્ટ્રપતિની બે દિવસીય લદ્દાખ અને જમ્મુ -કાશ્મીરની મુલાકાત

રાષ્ટ્રપતિ ભવન તરફથી મળતી માહિતી અનુસાર, "રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 14 અને 15 ઓક્ટોબરે લદ્દાખ અને જમ્મુ -કાશ્મીરની મુલાકાત લેશે." તેમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ 14 ઓક્ટોબરના રોજ સિંધુ ઘાટ, લેહ ખાતે સિંધુ દર્શન પૂજા કરશે અને તેઓ સાંજે તે જ દિવસે ઉધમપુરમાં સૈનિકો સાથે વાતચીત પણ કરશે.

કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

15 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપશે, આ બાદ અધિકારીઓ અને જવાનો સાથે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details