ગુજરાત

gujarat

આખરે લાંબી ચર્ચા બાદ પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો કર્યો ઈન્કાર, આપ્યુ કઈક આવુ નિવેદન

By

Published : Apr 26, 2022, 4:22 PM IST

Updated : Apr 26, 2022, 4:42 PM IST

પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાને લઈ આપ્યુ નિવેદન
પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાને લઈ આપ્યુ નિવેદન

પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાને લઈ નિવેદન આપ્યુ છે, તેમની અને કોંગ્રેસ વચ્ચેની જોરદાર વાતચીત જે ઘણા દિવસો સુધી ચાલી હતી તે પછી, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પાર્ટીમાં જોડાવાનો ઇનકાર (Prashant Kishor declines Congress offer) કર્યો છે.

નવી દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ઈન્કાર (Prashant Kishor declines Congress offer) કરી દીધો છે. હાલમાં જ પ્રશાંત કિશોરે 2024ની સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસ સમક્ષ રજૂઆત કરી હતી. આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ પોતાનો રિપોર્ટ પણ સોંપ્યો હતો.

સસ્પેન્સનો અંત:પાર્ટીના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાના ટ્વીટ (Surjewala tweet on prashant kishor) બાદ આ સસ્પેન્સનો અંત આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ (prashant kishor joining congress) શકે છે. રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે, પ્રશાંત કિશોર સાથે મુલાકાત અને ચર્ચા કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષે લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને એક સમિતિની રચના કરી હતી. પ્રશાંત કિશોરને આ સમિતિના સભ્ય તરીકે પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો:મુંબઈ પોલીસે સાંસદ નવનીત રાણાનો ભાંડો ફોડ્યો, કમિશ્નરે વીડિયો કર્યો જાહેર

સમિતિના સભ્યો પ્રિયંકા ગાંધી વાડ્રા, કેસી વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, પી ચિદમ્બરમ, અંબિકા સોની, જયરામ રમેશ અને મુકુલ વાસનિકે પ્રશાંત કિશોરના સૂચનો પર વિગતવાર અહેવાલમાં તેમના મંતવ્યો રજૂ કર્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના સૂચનો વ્યવહારુ અને ઉપયોગી જણાયા હતા. તે એ પણ સંકેત આપે છે કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પ્રશાંત કિશોર અને પાર્ટીમાં તેમની ભૂમિકા વિશે અલગ અલગ મંતવ્યો ધરાવે છે. જો કે, હવે કોંગ્રેસમાં પીકેની એન્ટ્રીનો અંત (pk not joining congress ) આવી ગયો છે.

આ પણ વાંચો:હવે મને ખબર નથી કે, ટ્વિટર કઈ દિશામાં જશે? એલોન મસ્કના ખરીદ્યા બાદ પરાગ અગ્રવાલનું નિવેદન

"પ્રશાંત કિશોર સાથેની રજૂઆત અને ચર્ચાઓ બાદ, કોંગ્રેસ પ્રમુખે એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ 2024ની (Empowered action group 2024) રચના કરી છે અને તેમને નિર્ધારિત જવાબદારી સાથે જૂથના ભાગ રૂપે પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું, જેનો તેમણે ઇનકાર કર્યો. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ મંગળવારે ટ્વિટ કર્યું કે અમે તેમના પ્રયાસો અને પક્ષને આપેલા સૂચનોની પ્રશંસા કરીએ છીએ.

Last Updated :Apr 26, 2022, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details