નવી દિલ્હીઃ G-20 સમિટના સફળ આયોજન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે પડકારો વધી ગયા છે. જેમાં માલદિવ અને કેનેડાના પડકારો મુખ્ય છે. કેનેડાએ કેનેડિયન શીખ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ ગણાવ્યો છે. જ્યારે માલદિવના નવા રાષ્ટ્રપતિએ ભારતીય સેનાને માલદિવ છોડવા માટે સૂચનાઓ આપી દીધી છે. અજરબૈઝાન અને અર્મેનિયાની લડાઈમાં દિલ્હીએ અર્મેનિયાને નૈતિક સમર્થન આપ્યું હતું. જો કે અહીં અર્મેનિયાના વળતા પાણી થયા છે.
ફર્સ્ટ ચેલેન્જઃ કેનેડામાં શીખ નિજ્જરની હત્યા
- કેનેડા વડાપ્રધાનના આરોપઃ 18મી સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ખાલીસ્તાની પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ ગણાવ્યો છે. જો કે આના કોઈ સત્તાવાર પુરાવા રજૂ કર્યા નથી. G-20 સમિટ દરમિયાના જસ્ટિન ટ્રુડો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ હતી. જો કે આ મુલાકાત એટલી ઉષ્માપૂર્ણ નહતી. આ મુલાકાત પરથી બંને દેશો વચ્ચેના મનદુઃખનો ખ્યાલ સમગ્ર વિશ્વને આવી ગયો હતો. ભારતે કેનેડાના સ્પષ્ટ જણાવ્યું હતું કે કેનેડા ખાલીસ્તાની આતંકવાદીઓનું સમર્થન કરે છે.
- ભારતનો જડબાતોડ જવાબઃ ત્યારબાદ તરત જ કેનેડાએ ભારતના રાજદ્વારીઓને કેનેડા છોડીને ભારત પરત ફરવા જણાવ્યું હતું. ભારતે પણ આનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે 5 દિવસમાં કેનેડાના રાજદ્વારીઓને ભારત છોડવાના આદેશ કર્યા હતા. ભારતે કેનેડાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
- કોણ હતો નિજ્જર?: કેનેડાના વાનકુંવરમાં 19મી જૂનના રોજ શીખ ફોર જસ્ટિસ અને ખાલિસ્તાની ટાઈગર ફોર્સના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ હતી. તે પંજાબના જલંધરનો રહેવાસી હતો. તે પ્લમ્બર તરીકે કેનેડામાં વસવાટ કરતો હતો. તેણે 2013-14માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. અહીં તે કેટીએફ પ્રમુખ જગતાર સિંહ તારાને મળ્યો હતો. તારાની ધરપકડ 2015માં થાઈલેન્ડમાં થઈ હતી. નિજ્જરે આઈએસઆઈ સાથે પણ મુલાકાત કરી હતી. એનઆઈએ દ્વારા યુએપીએ અંતર્ગત નિજ્જરને આતંકવાદી જાહેર કરાયો હતો. નિજ્જર પર 10 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
- દ્વિસ્તરીય વાતચીતનો પ્રસ્તાવઃ જસ્ટિન ટ્રુડોએ ભારત પર બેઝલેસ એલિગેશન કર્યા હોવાને લીધે ભારતે વળતા જવાબમાં કેનેડાના નાગરિકોને વીઝા આપવાનું બંધ કરી દીધું હતું. ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધી દેશ છોડવા માટે અલ્ટિમેટમ પણ આપ્યું હતું. ભારતે જણાવ્યું કે રાજદ્વારીઓની સંખ્યા બંન દેશમાં સમાન હોવી જોઈએ. ભારતના આ આદેશ બાદ કેનેડાએ દ્વિપક્ષીય સ્તરે વાતચીતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સપ્ટેમ્બરની શરૂઆતમાં કેનેડાએ ભારત સાથે અર્લી પ્રોગ્રેસ ટ્રેન એગ્રિમેન્ટને પેન્ડિંગ કરી દીધો હતો. આ એગ્રિમેન્ટ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રિમેન્ટની દિશામાં લેવાનાર મહત્વનું પગલું હતું.
સેકન્ડ ચેલેન્જઃ અર્મેનિયાની હાર
- 30 વર્ષનો વિવાદઃ અર્મેનિયા અને અજરબૈઝાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. નવી દિલ્હીએ અર્મેનિયાનો સાથ આપ્યો છે. હવે આ બંને દેશો વચ્ચેના સંઘર્ષમાં અર્મેનિયાના વળતા પાણી થયા છે. અર્મેનિયાએ નાગોર્નો કારાબાખ એરિયા પર નિયંત્રણ ગુમાવી દીધું છે. આ વિસ્તાર અજરબૈઝાનના દક્ષિણમાં છે જેનો વિવાદ બંને દેશો વચ્ચે 30 વર્ષોથી ચાલ્યો આવે છે. આ વિસ્તારમાં જાતિગત સંઘર્ષ ચાલી રહ્યો છે.
- ભારતે અર્મેનિયાને કરેલી મદદઃ 19 સપ્ટેમ્બરે અજરબૈઝાને આ વિસ્તારમાં સૈન્ય હુમલો કર્યો હતો. જેના પરિણામે નાગોર્નો કારાબાખ(રિપબ્લિક ઓફ આર્ટસખ)ના અધ્યક્ષ સામવેલ શાહરામનયને રાજ્યની દરેક સંસ્થાનો ભંગ કરી દીધો હતો. જેનાથી આ રિપબ્લિકન સમાપ્ત થઈ ગયું હતું. અર્મેનિયા માટે આ એક મોટો સેટબેક છે. ભારતે અર્મેનિયાને સ્વાતિ વેપન લોકેટિંગ રડાર, પિનાક લોંચર, એન્ટિ ટેન્ક રોકેટ અને ગોળાબારુદ આપ્યા હતા. હવે અર્મેનિયાની પીછે હઠને લીધે અજરબૈજાન ભારત વિરોધી થઈ ગયું છે. કાશ્મીર મુદ્દે ભારતના વલણનો તુર્કી, અજરબૈઝાન અને પાકિસ્તાન વિરોધ કરી રહ્યા છે. તુર્કી રાષ્ટ્રપતિ કલમ 370ને રદ કરવા પર ભારતનો સરાજાહેર વિરોધ કરી ચૂક્યા છે. અજરબૈઝાન પણ ભારતના આ નિર્ણયના વિરોધમાં હતો અને હવે વધુ વિરોધ કરશે.
થર્ડ ચેલેન્જઃ માલદિવમાં સત્તાપરિવર્તન
- ચીન સમર્થક સરકારઃ માલદિવમાં મો. મુઈઝની જીત થઈ છે. જે સરાજાહેર ચીનનો સમર્થક છે. મુઈઝે ભારત સમર્થક ઈબ્રાહિમ મો. સોલિહને હરાવી દીધા છે. મુઈઝને વિશ્વ ચીનની કઠપૂતળી તરીકે ઓળખે છે. મુઈઝ માલદિવની રાજધાની માલીના મેયર હતા. મુઈઝની સાથે યામીન પણ રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર હતો, પરંતુ અદાલતે યામીનને 11 વર્ષની જેલ ફટકારતા મુઈઝનો રાષ્ટ્રપતિ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો.
- ભારતે માલદિવમાં કરેલું છે રોકાણઃ મુઈઝ 17 નવેમ્બરે રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કરશે. સોલિહ ભારત સમર્થક હતા. સોલિહના કાર્યકાળમાં ભારતે માલદિવમાં રોકાણ કર્યુ હતું. ભારતે માલદિવને આર્થિક, સેના અને સુરક્ષા જેવા આયામોમાં મદદ કરી હતી. બંને દેશો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, ધર્મ અને વ્યવસાયોને લઈને પણ પરંપરાગત સંબંધો રહ્યા છે. ભારત માટે માલદિવ ખૂબ જ અગત્યનું છે.
- હિંદ મહાસાગર ભારત માટે ચિંતાનો વિષયઃ હિંદ મહાસાગરમાં માલદિવની રણનૈતિક સ્થિતિ ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતે સુરક્ષા ક્ષેત્રે માલદિવનો ઘણો સહયોગ કર્યો છે. તેમ છતાં ભારતે હવે ખૂબ જ સાવધાની રાખવી પડશે. કારણ કે હવે માલદિવ ચીન સમર્થકના હાથમાં આવી ગયું છે. જેથી હિંદ મહાસાગરમાં ભારત પ્રત્યે ખતરો વધી જશે. દક્ષિણ એશિયા અને તેની આસપાસના સામુદ્રિક વિસ્તારોની સુરક્ષા ચિંતાનો વિષય બની રહેશે. ચીન અહીં કોઈ રણનૈતિક ફાયદો ન ઉઠાવે તે માટે ભારતે હંમેશા સાવધાન રહેવું પડશે.
- ઈન્ડિયા આઉટ કેમ્પેઈનઃ મુઈઝે ચૂંટણી પહેલા ઈન્ડિયા આઉટનું અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત તેણે અનેક ઈન્ડિયન પ્રોજેક્ટને ટારગેટ કર્યા હતા. ભારતે કરેલા વિકાસકાર્યોને મુઈઝે ભારતનો હસ્તક્ષેપ ગણાવ્યો હતો. જો કે મુઈઝના જીતવાને પરિણામે છેવટે નુકસાન માલદિવને થશે કારણ કે ચીનની વિચારધારા વિકાસવાદીને બદલે સામ્રાજ્યવાદી રહી છે.
- Us: અમેરિકાએ ભારત-કેનેડા વિવાદ પર ટિપ્પણી કરી, ન્યૂઝક્લિક મુદ્દે કહ્યું - અત્યારે કંઈ કહી ન શકાય
- India Canada controversy: શ્રીલંકાના વિદેશ પ્રધાને જસ્ટિન ટ્રુડો પર કર્યા આકરા વાકપ્રહાર, કેનેડાને આતંકવાદીઓ માટે સ્વર્ગ ગણાવ્યું