ગુજરાત

gujarat

વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા સેનાની અલ્લુરીની પ્રતિમાનું અનાવરણ કર્યું

By

Published : Jul 4, 2022, 11:53 AM IST

Updated : Jul 4, 2022, 1:03 PM IST

pm modi visits andhra pradesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ (statue of Alluri Sitaramaraj in Bhimavaram) પહોંચ્યા હતા. વડાપ્રધાન (pm modi visits andhra pradesh) નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સેનાની (30 feet bronze statue of Alluri Sitaramaraj) અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કર્યું.

ભીમાવરમ (આંધ્રપ્રદેશ): વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (Prime Minister Narendra Modi) આંધ્રપ્રદેશ પહોંચ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભીમાવરમમાં સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી અને અલ્લુરીની (pm modi visits andhra pradesh) કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, અલુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ અને રામપા (30 feet bronze statue of Alluri Sitaramaraj) ક્રાંતિની 100મી વર્ષગાંઠ આખા વર્ષ દરમિયાન ઉજવવામાં આવશે.

આઝાદીના 75 વર્ષની ઉજવણી:તેમણે કહ્યું કે, આજે જ્યાં દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યાં અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ પણ છે. યોગાનુયોગ, તેમજ દેશની આઝાદી માટે રામપા ક્રાંતિના 100 વર્ષ પણ પૂર્ણ થઈ (statue of Alluri Sitaramaraj in Bhimavaram) રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામ એ માત્ર થોડા વર્ષોનો, અમુક વિસ્તારનો કે, અમુક લોકોનો ઈતિહાસ નથી. આ ઈતિહાસ ભારતના દરેક (bronze statue of Alluri Sitaramaraj) ખૂણે અને દરેક કણમાં કરેલા ત્યાગ, દ્રઢતા અને બલિદાનનો ઈતિહાસ છે.

આ પણ વાંચો:શિંદેની આશ સાથે સરકાર થઈ પાસ, એકનાથને મળ્યો બહુમતમાં ચાન્સ...

આંધ્ર પ્રદેશ વીર અને દેશભક્તોની ભૂમિ: પીએમએ કહ્યું કે, સીતારામ (PM Modi to unveil bronze statue of Alluri Sitaramaraj) રાજુ ગારુના જન્મથી લઈને તેમના બલિદાન સુધીની તેમની જીવન યાત્રા આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તેમણે આદિવાસી સમાજના અધિકારો, તેમના સુખ-દુઃખ અને દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. પીએમએ કહ્યું કે, આંધ્ર પ્રદેશ વીર અને દેશભક્તોની ભૂમિ છે. પિંગાલી વેંકૈયા જેવા આઝાદીના નાયકો હતા, જેમણે દેશનો ધ્વજ તૈયાર કર્યો હતો. આ કન્નેગંતી હનુમંતુ, કંદુકુરી વીરેસાલિંગમ પંતુલુ અને પોટ્ટી શ્રીરામુલુ જેવા નાયકોની ભૂમિ છે.

નવું ભારત તેમના સપનાનું ભારત:તેમણે કહ્યું કે આજે અમૃતકલમાં આ લડવૈયાઓના સપનાને સાકાર કરવાની જવાબદારી આપણા બધા દેશવાસીઓની છે. આપણું નવું ભારત તેમના સપનાનું ભારત હોવું જોઈએ. એક ભારત જેમાં ગરીબ, ખેડૂતો, મજૂરો, પછાત, આદિવાસીઓ બધા માટે સમાન તકો હોય. PMએ કહ્યું કે, આઝાદી પછી પહેલીવાર દેશમાં આદિવાસી ગૌરવ અને વારસાને દર્શાવવા માટે આદિવાસી સંગ્રહાલયો બનાવવામાં આવી રહ્યા છે. આંધ્રપ્રદેશના લામ્બાસિંગીમાં 'અલ્લુરી સીતારામ રાજુ મેમોરિયલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ' પણ બનાવવામાં આવી રહ્યું છે.

આદિવાસી કલા-કૌશલ્યોને નવી ઓળખ: વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે સ્કીલ ઈન્ડિયા મિશન દ્વારા આદિવાસી કલા-કૌશલ્યોને નવી ઓળખ મળી રહી છે. 'વોકલ ફોર લોકલ' આદિવાસી કલા કૌશલ્યને આવકનું સાધન બનાવી રહ્યું છે. અમે દાયકાઓ જૂના કાયદાઓને બદલી નાખ્યા જે આદિવાસી લોકોને વાંસ જેવી વન પેદાશો કાપવાથી અટકાવતા હતા, તેમને વન પેદાશો પર અધિકારો આપતા હતા. તેમણે કહ્યું કે, મણ્યમ વીરુડુ અલ્લુરી સીતારામ રાજુએ અંગ્રેજો સાથેના સંઘર્ષ દરમિયાન બતાવ્યું કે - 'દમ હૈ તો મુજે રોક લો'. PMએ કહ્યું કે, આજે દેશ સામેના પડકારોનો પણ સામનો કરી રહ્યો છે, મુશ્કેલીઓમાંથી એટલી જ હિંમત સાથે, 130 કરોડ દેશવાસીઓ, એકતા સાથે, તાકાત સાથે, દરેક પડકારને કહી રહ્યા છે - 'દમ હૈ તો હમે રોક લો'.

આ પણ વાંચો:હું એક સરમુખત્યાર બનીશ અને પગલાં લઈશ - CM એમ.કે.સ્ટાલિન

અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા:આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બી.બી. હરિચંદન, કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ પ્રધાન જી.કિશન રેડ્ડી, મુખ્યપ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ફિલ્મ અભિનેતા કે. ચિરંજીવી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાજુને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. મોદીએ અલુરીના ભત્રીજા અલ્લુરી શ્રીરામ રાજુ અને અલુરીના નજીકના લેફ્ટનન્ટ મલ્લુ ડોરાના પુત્ર બોડી ડોરાનું સન્માન કર્યું હતું. 'મન્યમ વીરાડુ' (ફોરેસ્ટ હીરો) તરીકે પ્રખ્યાત, સીતારામ રાજુ તેમના ઉપનામ અલ્લુરીથી પણ ઓળખાય છે. તેમનો જન્મ 4 જુલાઈ, 1897ના રોજ તત્કાલિન વિશાખાપટ્ટનમ જિલ્લાના પાંડરંગી ગામમાં થયો હતો.

Last Updated :Jul 4, 2022, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details